લોકસભા-વિધાનસભા ચૂંટણી પાછળ કેટલો થાય છે ખર્ચ? ‘વન નેશન વન ઈલેક્શન’ને કારણે સરકારને થશે અબજો રૂપિયાની બચત!

|

Sep 01, 2023 | 2:07 PM

કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સમિતિ વન નેશન વન ઇલેક્શનના કાયદાકીય પાસાઓની તપાસ કરશે. આ સાથે સામાન્ય લોકોનો અભિપ્રાય પણ લેવામાં આવશે. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા કોવિંદને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જો કે આ બેઠકનું કારણ બહાર આવ્યું નથી.ભારતની 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હતી.આ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હતી.

લોકસભા-વિધાનસભા ચૂંટણી પાછળ કેટલો થાય છે ખર્ચ? વન નેશન વન ઈલેક્શનને કારણે સરકારને થશે અબજો રૂપિયાની બચત!
election cost

Follow us on

કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણી પર એક સમિતિની રચના કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેનું નોટિફિકેશન આજે જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. શક્ય છે કે સરકાર એક દેશ એક ચૂંટણી પર બિલ પણ લાવી શકે.

કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સમિતિ વન નેશન વન ઇલેક્શનના કાયદાકીય પાસાઓની તપાસ કરશે. આ સાથે સામાન્ય લોકોનો અભિપ્રાય પણ લેવામાં આવશે. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા કોવિંદને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જો કે આ બેઠકનું કારણ બહાર આવ્યું નથી.

આ પણ વાંચો : Breaking News: ‘એક દેશ, એક ચૂંટણી’ પર ચર્ચા માટે વિશેષ સત્ર, નવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે થવી જોઈએ વાત – પ્રહલાદ જોશી

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

હવે સવાલ એ થાય કે નોટિફિકેશન સરકાર ઇલેક્શન પાછળ કેટલો ખર્ચ કરે છે, સેન્ટર ફોર મીડિયા સ્ટડી (CMS)ના અભ્યાસ અનુસાર, આ ચૂંટણી દરમિયાન એક વોટ પાછળ સરેરાશ 700 રૂપિયાનો ખર્ચ થયો હતો. જો લોકસભા મતવિસ્તારની વાત કરીએ તો આ ચૂંટણીમાં દરેક લોકસભા મતવિસ્તારમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે.

CMS સંશોધનમાં જાણવા મળ્યું છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં રૂ. 30,000 કરોડનો ખર્ચ થયો હતો, જે 2019 ની ચૂંટણીમાં બમણો થયો હતો. આ રીતે, ભારતની 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હતી. CMSનો દાવો છે કે આ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી છે.

આ રિપોર્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે બહાર પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન દેશના પૂર્વ ચૂંટણી કમિશનર એસવાય કુરેશી પણ હાજર હતા. રિપોર્ટ અનુસાર મતદારો પર 12 થી 15 હજાર કરોડ રૂપિયા, જાહેરાત પર 20 થી 25 હજાર કરોડ રૂપિયા, લોજિસ્ટિક્સ પર 5 હજાર થી 6 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. 10 થી 12 હજાર કરોડ રૂપિયા ઔપચારિક ખર્ચ હતા, જ્યારે 3 થી 6 હજાર કરોડ રૂપિયા અન્ય વસ્તુઓ પર ખર્ચવામાં આવ્યા હતા. આ રકમ ઉમેરવા પર 55 થી 60 હજારનો આંકડો આવે છે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરાયેલ ખર્ચની કાયદાકીય મર્યાદા માત્ર 10 થી 12 હજાર કરોડ રૂપિયા હતી.

સીએમએસે ચૂંટણી ખર્ચઃ ચૂંટણી 2019 શીર્ષકથી આ અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 1998 અને 2019 વચ્ચે લગભગ 20 વર્ષના સમયગાળામાં ચૂંટણી ખર્ચમાં 6 થી 7 ગણો વધારો થયો છે. 1998માં ચૂંટણી ખર્ચ લગભગ 9 હજાર કરોડ રૂપિયા હતો જે હવે વધીને 55 થી 60 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે.

Published On - 1:31 pm, Fri, 1 September 23

Next Article