PM મોદીને EC દ્વારા ક્લિનચીટ અપાતા અશોક લવાસાએ નારાજગી સાથે બેઠકનો કર્યો બહિષ્કાર, જાણો કોણ છે આ અધિકારી

દિલ્હીમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ચૂંટણી પંચની બેઠકનો બહિષ્કાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયેલી ક્લિનચીટમાં પોતાની અસહમતિનો રેકોર્ડ નહીં રખાતા અશોક લવાસા નારાજ થયા છે. આચારસંહિતા ઉલ્લંઘનના કેસમાં ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી. ક્લિનચીટ આપવાવાળી ત્રણ સભ્યોની સમિતિમાં અશોક લવાસા પણ એક સભ્ય હતા. અશોક લવાસાએ પીએમ મોદીને અપાયેલી ક્લિનચીટમાં અસહમતિ […]

PM મોદીને EC દ્વારા ક્લિનચીટ અપાતા અશોક લવાસાએ નારાજગી સાથે બેઠકનો કર્યો બહિષ્કાર, જાણો કોણ છે આ અધિકારી
| Updated on: May 18, 2019 | 11:29 AM

દિલ્હીમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ચૂંટણી પંચની બેઠકનો બહિષ્કાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયેલી ક્લિનચીટમાં પોતાની અસહમતિનો રેકોર્ડ નહીં રખાતા અશોક લવાસા નારાજ થયા છે. આચારસંહિતા ઉલ્લંઘનના કેસમાં ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી. ક્લિનચીટ આપવાવાળી ત્રણ સભ્યોની સમિતિમાં અશોક લવાસા પણ એક સભ્ય હતા. અશોક લવાસાએ પીએમ મોદીને અપાયેલી ક્લિનચીટમાં અસહમતિ દર્શાવી હતી.

આ પણ વાંચોઃ ચૂંટણીના પરિણામ પહેલા આ દિવસે PM મોદી નાગપુર RSSના મુખ્યાલય જશે, મોહન ભાગવત સાથે કરશે મુલાકાત

TV9 Gujarati

 

જો કે તેમની આ અસહમતિનો રેકોર્ડ રાખવામાં નહોતો આવ્યો જેનાથી નારાજ થયેલા અશોક લવાસાએ ચૂંટણી પંચની બેઠકનો બહિષ્કાર કર્યો છે. અને જ્યાં સુધી તેમની અસહમતિનો રેકોર્ડ નહીં રખાય ત્યાં સુધી ચૂંટણી પંચની તમામ બેઠકનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us