બોલિવુડ અભિનેતાએ મતદાન માટે કરી અપીલ, લોકોએ તેમને જ સોશિયલ મીડિયા પર કરી દીધા ટ્રોલ જાણો કેમ

અભિનેતા ફરહાન અખ્તર તાજેત્તરમાં તેમની ગર્લફેન્ડ શિબાની દાંડેકરની કારણે ચર્ચામાં છે પણ હવે તે સોશિયલ મીડિયા પર તેમની એક અલગ કારણના લીધે ચર્ચા થઈ રહી છે. તાજેત્તરમાં જ લોકસભા ચૂંટણીમાં મતદાન વિશે ટ્વિટ કરીને ફરહાન હવે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે. ફરહાન અખ્તરે ટ્વિટ કરીને ભોપાલના મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમાં તેમને […]

બોલિવુડ અભિનેતાએ મતદાન માટે કરી અપીલ, લોકોએ તેમને જ સોશિયલ મીડિયા પર કરી દીધા ટ્રોલ જાણો કેમ
| Updated on: May 19, 2019 | 10:25 AM

અભિનેતા ફરહાન અખ્તર તાજેત્તરમાં તેમની ગર્લફેન્ડ શિબાની દાંડેકરની કારણે ચર્ચામાં છે પણ હવે તે સોશિયલ મીડિયા પર તેમની એક અલગ કારણના લીધે ચર્ચા થઈ રહી છે. તાજેત્તરમાં જ લોકસભા ચૂંટણીમાં મતદાન વિશે ટ્વિટ કરીને ફરહાન હવે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે.

ફરહાન અખ્તરે ટ્વિટ કરીને ભોપાલના મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમાં તેમને લખ્યું કે ભોપાલના વ્હાલા મતદાતાઓ આ સમય છે કે જ્યારે તમે તમારા શહેરને એક ગેસ દુર્ઘટનાથી બચી શકો છો. ઉલ્લેખનીય છે કે ભોપાલમાં છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. ભોપાલમાં 12 મેના રોજ મતદાન થઈ ચૂક્યુ છે.

TV9 Gujarati

 

7માં અને છેલ્લા તબક્કાનું મતદાન આજે યોજાયું છે. ત્યારે ફરહાન અખ્તરે ભૂલથી ખોટા સમયે ટ્વિટ કર્યુ છે. યૂઝર્સે ફરહાનને ટ્રોલ કર્યો અને તેમને સામાન્ય જ્ઞાનમાં વધારો કરવાની સલાહ આપી. ઉલ્લેખનીય છે કે ભોપાલથી કોંગ્રેસે દિગ્વિજય સિંહ અને ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ઉમેદવાર બનાવ્યા છે. ભોપાલમાં છઠ્ઠા તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે, શું છે આ ખબર પાછળની સાચી હકીકત?

યુઝર્સે ટ્રોલ કરતા લખ્યું કે તમારે આ ટ્વિટ 2024માં કરવાની જરૂર હતી. બીજા એક યુઝર્સે કહ્યું કે રવિવાર છે એટલે સમય મળ્યો હશે તેથી ટ્વિટ કર્યુ હશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us