ઝારખંડના રાંચીમાં PM મોદીની હાજરીમાં 5માં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

2019ના દિવસે 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણી આ વખતે ઝારખંડના રાંચી ખાતે PM મોદીની (PM Narendra Modi) હાજરીમાં થઈ રહી છે. યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, યોગ (Yoga) ધર્મ અને જાતિથી ઉપર છે. જેથી યોગનું પાલન જીવનભર કરવું જોઈએ. દેશમાં પણ યોગની સમજ માટે આપણે નિરંતર કાર્ય કરવાનું રહેશે. રોચક […]

ઝારખંડના રાંચીમાં PM મોદીની હાજરીમાં 5માં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી
| Updated on: Jun 21, 2019 | 3:15 AM

2019ના દિવસે 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણી આ વખતે ઝારખંડના રાંચી ખાતે PM મોદીની (PM Narendra Modi) હાજરીમાં થઈ રહી છે. યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, યોગ (Yoga) ધર્મ અને જાતિથી ઉપર છે. જેથી યોગનું પાલન જીવનભર કરવું જોઈએ. દેશમાં પણ યોગની સમજ માટે આપણે નિરંતર કાર્ય કરવાનું રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિશ્વભરમાં આજે ઉત્સાહ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગરમાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રદિપસિંહ જાડેજાની સાથે શાળા-કોલેજ, પોલીસ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ સહિત 1 હજારથી વધુ લોકોએ યોગ કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે હરિયાણાના રોહત ખાતે પહોંચ્યા. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને મંત્રીઓ પણ રહ્યા હાજર

તો આ તરફ સંસદની બહાર 17મી લોકસભા માટે નિયુક્ત સ્પીકર ઓમ બિડલા પર યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. તો કેટલાક સાંસદો પણ તેમની સાથે ઉજવણીમાં જોડાયા છે.

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગના વિવિધ આસનો કર્યા. તો અમદાવાદના મેયર બિજલ પટેલે પણ સીએમ સાથે યોગના વિવિધ યોગાસન કર્યા. આ પ્રસંગે સરદાર પટેલ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. રાજ્યમાં વિવિધ સ્થળોએ દોઢ કરોડ લોકો સામૂહિક રીતે યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં. નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વના સૌથી વિરાટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સાંજે સંતો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. મુખ્યપ્રધાને યોગ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત યોગ બોર્ડ રચવાની જાહેરાત કરી. રાજ્યપાલ અને મુખ્યપ્રધાને યોગ વીરોનું સમ્માન પણ કર્યું.

 

 

Published On - 2:11 am, Fri, 21 June 19