Corona Update : સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 લોકોનાં મૃત્યુ

ભારતમાં સતત ચોથા દિવસે Coronaના એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાના કારણે 3,403 લોકોનાં મોત (Death) નીપજ્યાં છે.

Corona Update : સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ, 3403 લોકોનાં મૃત્યુ
સતત ચોથા દિવસે કોરોનાના એક લાખથી ઓછા કેસ
| Updated on: Jun 11, 2021 | 6:47 PM

ભારતમાં સતત ચોથા દિવસે Coronaના એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર કોરોનાના 91,702 નવા કેસો આવ્યા પછી દેશમાં ચેપના કેસો વધીને 2,92,74,823 થઈ ગયા છે . જ્યારે કોરોનાના કારણે 3,403 લોકોનાં મોત(Death)નીપજ્યાં છે. દેશભરમાં મૃતકોની કુલ સંખ્યા વધીને 3,63,079 થઈ ગઈ છે.

Corona વાયરસના ચેપથી વધુ 3403 લોકોનાં મૃત્યુ

શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, Corona વાયરસના ચેપથી વધુ 3403 લોકોનાં મૃત્યુ(Death)થયાં પછી દેશમાં મૃતકોની સંખ્યા વધીને 3,63,079 પર પહોંચી ગઈ છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ 11,21,671 પર આવી ગઈ છે. જે કુલ કેસના 3.83 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવારના કેસો હેઠળ કુલ 46,281 નો ઘટાડો થયો છે.

ચેપનો સાપ્તાહિક દર પણ 5.14 ટકા 

મળતી માહિતી મુજબ દેશમાં Corona ની તપાસ માટે અત્યાર સુધીમાં કુલ 37,42,42,384 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 20,44,131 નમૂનાઓનું ગુરુવારે પરીક્ષણ કરાયું હતું. ચેપ આવતા નમૂનાઓનો દૈનિક દર 4.49 ટકા છે. છેલ્લા 18 દિવસથી ચેપનો દૈનિક દર 10 ટકાથી ઓછો રહ્યો છે. તેમજ ચેપનો સાપ્તાહિક દર પણ 5.14 ટકા પર આવી ગયો છે.

કોરોનાથી મૃત્યુ દર 1.24 ટકા

કોરોના મુક્ત થતા લોકોની સંખ્યા સતત 29 મા દિવસે ચેપના નવા કેસો કરતા વધારે હતી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,77,90,073 લોકો ચેપ મુક્ત થયા છે અને રાષ્ટ્રીય રિકવરી દર પણ વધીને 94.93 ટકા થયો છે. કોરોનાથી મૃત્યુ દર 1.24 ટકા છે.

ઉલ્લેખનીય છે કે , ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ નોંધાયા હતા. જ્યારે ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ કેસ નોંધાયા હતા.તેની બાદ ૬૦ લાખ કેસ ૨૮ સપ્ટેમ્બર સુધી નોંધાયા હતા.

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર

જયારે ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થયો હતો. તેની બાદ ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. જેની બાદ ૩ એપ્રિલના રોજ કોરોનાના કેસનો આંકડો ૨ કરોડને પાર કરી ગયો હતો. જ્યારે ૧૮મેના રોજ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી.

Published On - 6:20 pm, Fri, 11 June 21