લખનઉમાં તિરંગાને બાળીને બનાવ્યો ટીકટોક વિડિયો, કર્યા દેશ વિરોધી સૂત્રોચ્ચાર, પોલીસે ગુનો નોંધીને કરી કાર્યવાહી

|

Jun 22, 2020 | 2:42 PM

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા દેશનાં તિરંગાનાં અપમાનની ઘટના સામે આવી છે. આ અપમાન પણ ચાઈનીઝ એપ્લીકેશન ટીકટોક પર વિડિયો બનાવીને પોસ્ટ કરવા માટે કરાયું હોવાનું સામે આવ્યું છે. આ પ્રથમવાર નથી કે જેમાં ટીકટોક જેવી એપ્લીકેશન પર દેશવિરોધી વિડિયો અપલોડ કરવા માટે આવા કામો કરાયા હોય. પ્રાપ્ત માહિતિ અનુસાર ચાર જેટલા અસામાજીક […]

લખનઉમાં તિરંગાને બાળીને બનાવ્યો ટીકટોક વિડિયો, કર્યા દેશ વિરોધી સૂત્રોચ્ચાર, પોલીસે ગુનો નોંધીને કરી કાર્યવાહી
http://tv9gujarati.in/lakjnau-ma-tikto…okarnara-zadpaya/ ‎

Follow us on

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા દેશનાં તિરંગાનાં અપમાનની ઘટના સામે આવી છે. આ અપમાન પણ ચાઈનીઝ એપ્લીકેશન ટીકટોક પર વિડિયો બનાવીને પોસ્ટ કરવા માટે કરાયું હોવાનું સામે આવ્યું છે. આ પ્રથમવાર નથી કે જેમાં ટીકટોક જેવી એપ્લીકેશન પર દેશવિરોધી વિડિયો અપલોડ કરવા માટે આવા કામો કરાયા હોય. પ્રાપ્ત માહિતિ અનુસાર ચાર જેટલા અસામાજીક તત્વો તિરંગાને સળગાવીને દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ ઘટનાને નજરે જોનારા દ્વારા તેમને પડકારવામાં આવ્યા હતા અને હાથાપાઈ પણ થઈ હતી. આ દરમિયાન અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા જ્યારે એક સગીર લોકોનાં હાથમાં આવી જતા તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલસે તપાસ કરીને બાદમાં ચારેય યુવકોની ધરપકડ કરી લીધી હતી. ઘટનાનાં પગલે લોકોમાં રોષ વ્યાપી ગયો છે અને ટીકટોક એપ્લીકેશન પર પ્રતિબંધ મુકી દેવાની માગ કરી હતી.

 

Next Article