Lakhimpur Khiri: લખીમપુર ખીરી પહોચ્યા રાકેશ ટીકૈત, કહ્યું અજય મિશ્રાના દીકરા પર નોંધવામાં આવે હત્યાનો ગુનો

ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સરકાર બરખાસ્ત કરે તેવી પણ માંગણી કરી હતી. સાથે જ મૃતકોને વળતર અને સરકારી નોકરી આપવાની પણ વાત કરી હતી

Lakhimpur Khiri: લખીમપુર ખીરી પહોચ્યા રાકેશ ટીકૈત, કહ્યું અજય મિશ્રાના દીકરા પર નોંધવામાં આવે હત્યાનો ગુનો
Rakesh Tikait
| Edited By: | Updated on: Oct 04, 2021 | 7:29 AM

Rakesh Tikait Visit Lakhimpur Khiri:  લખીમપુરની ઘટનાને લઈને રાકેશ ટીકૈત ઘટના સ્થળે પહોચ્યા છે. પહોચતાની સાથે જ કહ્યું કે અજય મિશ્રાના પુત્ર સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે અને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને સરકાર બરખાસ્ત કરે તેવી પણ માંગણી કરી હતી. સાથે જ મૃતકોને વળતર અને સરકારી નોકરી આપવાની પણ વાત કરી હતી. મીડિયાને સંબોધતા કહ્યું હતું કે જ્યાં સુધી અજય મિશ્રાના પુત્ર સામે હત્યાનો ગુનો નહીઓ નોંધવામાં આવે ત્યાં સુધી મૃતદેહોના અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે.

જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ રવિવારે યુપીના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં તેમના પરના આરોપોને નકાર્યા હતા અને ન્યાયિક તપાસની માંગ કરી હતી. આશિષ મિશ્રાએ કહ્યું કે કેટલાક તોફાની તત્વોએ અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને તેમાંથી 4-5ની હત્યા કરી.

વધુમાં જણાવ્યું હતું કે હું સવારે નવ વાગ્યાથી અંત સુધી બનબીરપુરમાં હતો. હું (ઘટના) સ્થળે 2 દિવસ સુધી ન હતો. કદાચ તેઓ મને પસંદ નથી કરતા અને રાજકારણનો ઉપયોગ કરી રહ્યા છે. મારી સામેના આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને હું આ મામલાની ન્યાયિક તપાસની માંગ કરું છું અને દોષિતોને સજા થવી જોઈએ.

તે જ સમયે, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ કહ્યું કે અમને માહિતી મળી હતી કે કેટલાક ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, દરમિયાન ખેડૂતો વચ્ચે છુપાયેલા કેટલાક તોફાની  તત્વોએ ભાજપના કાર્યકરોની ગાડીઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે અમારી પાસે તેનો વીડિયો છે.

 

તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોમાં બદમાશ હતા. ખેડૂત આંદોલનની શરૂઆતથી, બબ્બર ખાલસા સહિતના ઘણા આતંકવાદી સંગઠનો અસ્તવ્યસ્ત પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના તેનું જ પરિણામ હતું. લખીમપુર ખેરીમાં અમારા ત્રણ કાર્યકર્તાઓ અને એક ડ્રાઈવર મૃત્યુ થયું છે અને કારોને આગ ચાંપી દેવામાં આવી. અમે FIR નોંધાવવા જઈ રહ્યા છીએ. અમારી પાસે વિડીયો છે. કલમ 302 હેઠળ સામેલ લોકો સામે કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Breaking News: લખીમપુર ખેરી કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર સામે FIR

આ પણ વાંચો: Uttar pradesh: ગુપ્ત માહિતીના ઇનપુટ પછી પણ, પોલીસ ડેપ્યુટી સીએમની સુરક્ષામાં વ્યસ્ત હતી, બેકાબૂ પરિસ્થિતિને સંભાળવા માટે કોઈ અધિકારી સ્થળ પર નહોતો

Published On - 6:55 am, Mon, 4 October 21