લદ્દાખઃ ચીન નથી લઈ રહ્યું સુધરવાનું નામ, ફરી એકવાર લદ્દાખમાં LAC પર કર્યો ઘુસણખોરીનો પ્રયાસ

ચીન સુધરવાનું નામ નથી લઈ રહ્યું એવુ લાગી રહ્યું છે કારણ કે ફરી એકવાર લદ્દાખમાં LAC પર ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. જ્યારે ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને ખદેડ્યા છે. લદ્દાખના ચુમારમાં ચીનના સૈનિકોએ મોડીરાત્રે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. હાઈએલર્ટ પર રહેલા ભારતીય જવાનોને જોઈને ચીનના સૈનિકો પરત ભાગ્યા હતા. ત્રણ દિવસમાં ત્રીજીવાર ચીનના સૈનિકોએ ઘુસણખોરીનો પ્રયાસ […]

લદ્દાખઃ ચીન નથી લઈ રહ્યું સુધરવાનું નામ, ફરી એકવાર લદ્દાખમાં LAC પર કર્યો ઘુસણખોરીનો પ્રયાસ
| Updated on: Sep 02, 2020 | 2:08 AM

ચીન સુધરવાનું નામ નથી લઈ રહ્યું એવુ લાગી રહ્યું છે કારણ કે ફરી એકવાર લદ્દાખમાં LAC પર ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. જ્યારે ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને ખદેડ્યા છે. લદ્દાખના ચુમારમાં ચીનના સૈનિકોએ મોડીરાત્રે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. હાઈએલર્ટ પર રહેલા ભારતીય જવાનોને જોઈને ચીનના સૈનિકો પરત ભાગ્યા હતા. ત્રણ દિવસમાં ત્રીજીવાર ચીનના સૈનિકોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. ભારત સાથે વાતચીતની આડમાં ચીન ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતીય જવાનોની સતર્કતાના કારણે ચીનના સૈનિકો વારંવાર નિષ્ફળ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો