Kumbh Mela 2021 : કુંભ મેળામાં ભાગ લેવા શ્રદ્ધાળુઓએ કરાવવું પડશે ઓનલાઇન રજીસ્ટ્રેશન

|

Feb 07, 2021 | 10:43 PM

ઉત્તરાખંડના હરિદ્વારમાં (Kumbh Mela) મહાકુંભની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે, કોરોનાને લીધે દર વર્ષ કરતા તેનું આયોજન થોડું અલગ હશે.

Kumbh Mela 2021 : કુંભ મેળામાં ભાગ લેવા શ્રદ્ધાળુઓએ કરાવવું પડશે ઓનલાઇન રજીસ્ટ્રેશન

Follow us on

ઉત્તરાખંડના હરિદ્વારમાં (Kumbh Mela) મહાકુંભની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. કોરોનાને લીધે દર વર્ષ કરતા તેનું આયોજન થોડું અલગ હશે. આ વર્ષે યોજાનાર મહાકુંભમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. તેવામાં આ વખતે મહાકુંભમાં ભાગ લેવા માટે પહેલેથી જ પાસ લેવા પડશે. કુંભ સ્નાન માટે આવનાર શ્રદ્ધાળુઓને મેળાનો પાસ આપવામાં આવશે. અને જો પાસ નહીં હોય તો મેળામાં નહી મળે એન્ટ્રી.

હરિદ્વારના ડીએમ સી. રવિશંકરે જણાવ્યુ કે કુંભ મેળામાં એન્ટ્રી લેવા માટે શ્રદ્ધાળુઓએ પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, સાથે જ આરટીપીસીઆર (RTPCR) રિપોર્ટ, મેડિકલ સર્ટિફિકેટ અને ઓળખપત્રને પોર્ટલ પર અપલોડ કર્યા બાદ જ પાસ આપવામાં આવશે.  વધુમાં જણાવ્યુ કે કુંભમેળાની ડ્યૂટીમાં હાજર રહેવા વાળા તમામ કર્મચારીઓ માટે કોરોના વેક્સિનના 70 હજાર ડોઝની માંગ કરવામાં આવી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

કુંભ સ્નાન માટે આવનાર શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન માટે haridwarkumbhmela2021.com પર જવુ પડશે, અને વેબસાઇટ પર મેડિકલ પ્રમાણપત્ર, ઓળખપત્ર અને આરટીપીસીઆર રિપોર્ટ અપલોડ કર્યા બાદ જ ઓનલાઇન પાસ જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલી SOPમાં ઉલ્લખ છે કે શ્રદ્ધાળુઓેએ 72 કલાક પહેલા કોવિડ નેગેટિવ રિપોર્ટ દેખાડવી પડશે, સાથે જ કુંભમેળામાં સોશિયલ ડિસ્ટંસનુ પાલન કરવુ પડશે અને માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પડશે.

કુંભ મેળામાં 4 શાહી સ્નાન હશે, પહેલુ મહાશિવરાત્રીના દિવસે, બીજુ સોમવતી અમાવસ્યા, ત્રીજુ વૈશાખી કુંભ અને ચોથું ચૈત્ર પુર્ણિમાના દિવસે હશે.

Published On - 10:38 pm, Sun, 7 February 21

Next Article