કોરોના સામે લડવા બની પહેલી સ્વદેશી વેક્સીન, જાણો કોણ બનશે પહેલો વેક્સીન લેનાર વ્યક્તિ

|

Jul 09, 2020 | 12:49 PM

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં વેક્સીન તૈયાર થઈ ચુકી છે, આવતા મહિનામાં આ ડોટ માટે ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઈ ચુકી છે. જો કે આના કરતા પણ રસપ્રદ વાત એ છે કે દેશમાં સહુથી પહેલી ટ્રાયલ કયા વ્યક્તિ પર થશે તેની પણ પસંદગી થઈ ચુકી છે. માનવીય પરિક્ષણ માટે સૌથી પહેલા નામમાં ચિરંજીત ધીબરનું […]

કોરોના સામે લડવા બની પહેલી સ્વદેશી વેક્સીન, જાણો કોણ બનશે પહેલો વેક્સીન લેનાર વ્યક્તિ
http://tv9gujarati.in/korona-saame-lad…ine-lenar-vyakti/

Follow us on

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં વેક્સીન તૈયાર થઈ ચુકી છે, આવતા મહિનામાં આ ડોટ માટે ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઈ ચુકી છે. જો કે આના કરતા પણ રસપ્રદ વાત એ છે કે દેશમાં સહુથી પહેલી ટ્રાયલ કયા વ્યક્તિ પર થશે તેની પણ પસંદગી થઈ ચુકી છે. માનવીય પરિક્ષણ માટે સૌથી પહેલા નામમાં ચિરંજીત ધીબરનું સામે આવ્યું હતું. વ્યવસાયીક ધોરણે શાળાનાં શિક્ષક રહેલા ચિરંજીત પર આવતા મહિને માનવીય પરિક્ષણ કરવામાં આવશે જે માટે તેને ICMR ભુવનેશ્વર કેન્દ્ર જવાનું રહેશે. તેમણે પોતાના ફેસબુક પેજ પર આ ખબરની પુષ્ટી કરી હતી અને લખ્યું હતું કે સંધની પ્રેરણાને લઈ મે મારૂ શરીર આ દેશ માટે દાન કરી દીધુ છે. ચિરંજીતે એપ્રિલ મહિનામાં આ ટ્રાયલ માટે આવેદન આપ્યું હતું. જણાવવું રહ્યું કે દેશની પોતાની દવા કંપની ભારત બાયોટેકે ICMR સાથે મળીને કોરોના વાયરસ માટે નવી વેક્સીન તૈયાર કરી છે. આ મહિને દેશના લગભગ 12 સેન્ટર પર આ વેક્સીનનું પરિક્ષણ થવા જઈ રહ્યું છે. સરકારે આવતા મહિને 15 ઓગસ્ટનાં રોજ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે.

 

Next Article