Kolkata Rape Murder Case : આરોપી સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદાહ કોર્ટે સંભળાવ્યો ચુકાદો

|

Jan 20, 2025 | 3:33 PM

કોલકાતાના રેપ વિથ મર્ડર કેસમાં દોષી સંજય રોયને સિયાલદાહ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તો કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને મૃતકના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Kolkata Rape Murder Case : આરોપી સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદાહ કોર્ટે સંભળાવ્યો ચુકાદો
Kolkata

Follow us on

કોલકાતાના RG કર કોલેજના રેપ વિથ મર્ડર કેસમાં દોષી સંજય રોયને સિયાલદાહ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તો કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને મૃતકના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ચુકાદો આપતી વખતે, કોર્ટે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી, પરંતુ તેને રેયર ઓફ રેર ગુનો પણ નથી ગણાવ્યો.

સિયાલદાહ કોર્ટે 18 જાન્યુઆરી, શનિવારના રોજ સંજય રોયને દોષી ઠેરવ્યો હતો. સજાની જાહેરાત પહેલાંની સુનાવણી દરમિયાન સંજય ન્યાયાધીશ સમક્ષ દલીલ કરી રહ્યો હતો. તેણે ન્યાયાધીશને કહ્યું કે હું દોષી નથી. મને ફસાવવામાં આવી રહ્યો છે. મેં કોઈ ગુનો કર્યો નથી.

મને ફસાવવામાં આવ્યો…સંજય રોયે ન્યાયાધીશ સમક્ષ આજીજી

સજા જાહેર કરતા પહેલા જ્યારે દોષી સંજય રોયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે ન્યાયાધીશે તેને કહ્યું કે તમે દોષી છો. સજા વિશે તમારે કંઈ કહેવું છે ? આના પર સંજય રોયે કહ્યું કે હું દોષી નથી. મને ફસાવવામાં આવ્યો છે. ઘણું બધું બરબાદ થયું છે. મેં કોઈ ગુનો કર્યો નથી. મારા પર ગુનો કબૂલ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં રુદ્રાક્ષની માળા પહેરી હતી. જો મેં આવું કર્યું હોત, તો મારી રુદ્રાક્ષની માળા ફાટી ગઈ હોત.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

જો કડક સજા નહીં થાય તો સમાજનો વિશ્વાસ ઉઠી જશે – CBI

સંજયે કહ્યું કે તેને એક એવા ગુનાની સજા મળી રહી છે જે તેણે કર્યો જ નથી. આ દરમિયાન CBIએ કહ્યું કે સંજયનો ગુનો રેયર ઓફ રેર છે. જો કડક સજા નહીં આપવામાં આવે તો સમાજનો વિશ્વાસ ઉઠી જશે. કોર્ટે કહ્યું કે આ કોઈ નાનો ગુનો નથી. મહિલા ડોક્ટરની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.

9 ઓગસ્ટ 2024ના રોજ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર પર નિર્દયતાથી બળાત્કાર કરવામાં આવ્યો હતો. પહેલા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. સીબીઆઈ કોર્ટે ગયા વર્ષે 12 નવેમ્બરના રોજ બંધ રૂમમાં સુનાવણી શરૂ કરી હતી.

57 દિવસ પછી સિયાલદહ જિલ્લા કોર્ટના ન્યાયાધીશ અનિર્બાન દાસે તેમને દોષિત જાહેર કર્યા છે. સિયાલદાહ કોર્ટના ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ કેસમાં આરોપી સંજય રોય દોષી ઠરે છે. કોર્ટે ફોરેન્સિક રિપોર્ટના આધારે કોર્ટે સંજય રોયને આ કેસમાં દોષી ઠેરવ્યો છે.

ઘટનાના લગભગ 162 દિવસ પછી આવ્યો ચૂકાદો

8-9 ઓગસ્ટ, 2024ની રાત્રે બનેલી આ ઘટનાના લગભગ 162 દિવસ પછી, કોર્ટે શનિવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો અને સંજય રોયને દોષી ઠેરવ્યો હતો. આ કેસમાં સુનાવણી લગભગ 57 દિવસ સુધી ચાલી. પહેલા આ કેસની તપાસ કોલકાતા પોલીસ કરી રહી હતી. ત્યારબાદ હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. સીબીઆઈએ 13 ઓગસ્ટના રોજ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી. આ પછી તપાસ શરૂ કરવામાં આવી હતી. સીબીઆઈએ 120થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા. આ કેસમાં કેમેરા ટ્રાયલ લગભગ બે મહિના સુધી ચાલુ રહ્યો.