જાણો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના અંગત સચિવ પ્રવિણ કક્કડ કોણ છે? જેને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા

સુર્ય ઉગતાની સાથે જ આવકવેરા વિભાગની ટીમે દિલ્હી, ભોપાલ, ઈન્દોર, અને ગોવાની 50 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ રેડ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકો પર કરવામાં આવી હતી. તેમાં ખાસ તેમનો ભાણિયો રતુલપૂરી, અંગત સચિવ પ્રવિણ કક્કડ અને પૂર્વ રાજનીતિ સલાહકાર રાજેન્દ્ર મિગલાનીને ઘેરયા હતા. TV9 Gujarati   કોણ છે પ્રવિણ કક્કડ પ્રવિણ કક્કડ […]

જાણો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના અંગત સચિવ પ્રવિણ કક્કડ કોણ છે? જેને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા
| Updated on: Apr 07, 2019 | 10:20 AM

સુર્ય ઉગતાની સાથે જ આવકવેરા વિભાગની ટીમે દિલ્હી, ભોપાલ, ઈન્દોર, અને ગોવાની 50 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

આ રેડ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકો પર કરવામાં આવી હતી. તેમાં ખાસ તેમનો ભાણિયો રતુલપૂરી, અંગત સચિવ પ્રવિણ કક્કડ અને પૂર્વ રાજનીતિ સલાહકાર રાજેન્દ્ર મિગલાનીને ઘેરયા હતા.

TV9 Gujarati

 

કોણ છે પ્રવિણ કક્કડ

પ્રવિણ કક્કડ 1983 બેચના IPS રહ્યા છે. કક્કડને જીવાજી વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં M.A કર્યુ હતુ. તેમાં તે ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા હતા. તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. વર્ષ 2004માં નોકરી છોડીને કક્કડે તેમનો વેપાર શરૂ કર્યો હતો. તે દરમિયાન તે કોંગ્રેસ નેતા ભૂરિયાના OSD બન્યા હતા. ભૂરિયા 2004થી 2011 સુધી કેન્દ્રીય મંત્રી હતા.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મુખ્યમંત્રી કમલનાથે પણ કક્કડને તેમના OSD તરીકે નિયુક્ત કર્યા. તે સિવાય કક્કડની ચર્ચા એક કુશળ ફંડ મેનેજર તરીકે પણ હતી. કાંતિલાલ ભૂરિયા જ્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતીના ચીફ હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી માટે કક્કડને જ ફંડ મેનેજ કરવાનું કામ કર્યુ હતું. મોદી લહેરમાં પણ કક્કડને રણનીતિ બનાવી રતલામ-ઝાબુઆ સીટથી કાંતિલાલ ભૂરિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વિધાનસભા ચૂંટણીમાં પણ કક્કડે ખુબ કામ કર્યુ, પહેલાવાર કોંગ્રેસે સોશિયલ મીડિયા. ડેટા અને લીગલનો એક જોઈન્ટ વોર રૂમ બનાવ્યો હતો. જેની જવાબદારી કક્કડને આપવામાં આવી હતી. તેમને ચૂંટણીમાં યોજના બનાવવા અને લાગૂ કરવામાં પણ મુખ્ય રોલ ભજવ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:16 am, Sun, 7 April 19