અંજાન આદમી પાર્ટી, રાજનીતિમાં રાયતા, ભારત દેવતા દલ જેવી રાજકીય પાર્ટીઓનું નામ સાંભળ્યુ છે? વાંચો આવા જ રાજકીય પાર્ટીઓના વિચિત્ર નામ

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે આપણા દેશમાં કેટલીક રાજકીય પાર્ટીઓના નામ એવા છે તેના વિશે તમે નહી જાણતા હોવ, આજે અમે તેમને એ નામ જણાવીશું. તમે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી જેવી રાજકીય પાર્ટીઓના નામ […]

અંજાન આદમી પાર્ટી, રાજનીતિમાં રાયતા, ભારત દેવતા દલ જેવી રાજકીય પાર્ટીઓનું નામ સાંભળ્યુ છે? વાંચો આવા જ રાજકીય પાર્ટીઓના વિચિત્ર નામ
| Updated on: Mar 28, 2019 | 9:54 AM

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે આપણા દેશમાં કેટલીક રાજકીય પાર્ટીઓના નામ એવા છે તેના વિશે તમે નહી જાણતા હોવ, આજે અમે તેમને એ નામ જણાવીશું.


તમે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી જેવી રાજકીય પાર્ટીઓના નામ સાંભળ્યા હશે પણ શું તમે અંજાન આદમી પાર્ટીનું નામ સાંભળ્યુ છે? કેટલાક લોકોએ સાંભળ્યુ હશે પણ ઘણાં લોકો માટે આ નામ નવુ હશે.

TV9 Gujarati

 

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચમાં રાજકીય પાર્ટીઓની નવી માહિતી પ્રમાણે દેશમાં કુલ 2293 રાજકીય પાર્ટીઓ છે. ચૂંટણી પંચમાં નોંધાયેલી આ પાર્ટીઓમાંથી 7 રાષ્ટ્રીય પાર્ટી અને 59 રાજયની પાર્ટી છે. ભારતમાં તમારે રાજકીય પાર્ટી બનાવી છે તો ચૂંટણી પંચે નક્કી કરેલી ગાઈડલાઈન્સ પ્રમાણે સરળતાથી તમે પાર્ટી બનાવી શકો છો.

રાજકીય પાર્ટીઓના વિચિત્ર નામ

લગભગ 2300 રાજકીય પાર્ટીમાં બધી જ પાર્ટીઓના નામ વિચિત્ર છે. તેમાં ગરીબ આદમી પાર્ટી, તુમ્હારી-મેરી પાર્ટી, ઓલ પેન્શનર્સ પાર્ટી, રાયતા ભારત પાર્ટી, અપની જીંદગી અપના દળ, પિરામિડ પાર્ટી ઓફ ઈન્ડિયા, લીમેન પાર્ટી, દેવતા દળ, ગરીબ બેરોજગાર વિકાસ પાર્ટી, અંજાન આદમી પાર્ટી, રાષ્ટ્રીય સાફ નીતિ પાર્ટી, અપના કિસાન પાર્ટી, ભારતીય મહાપરિવાર પાર્ટી, બહુજન હસરત પાર્ટી, આપકી અપની પાર્ટી, ઈન્ડિયન લવર્સ પાર્ટી, વગેરે જેવી અલગ અલગ પાર્ટીઓ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે 149 રાજકીય પાર્ટીઓએ નોંધણી કરાવી છે. રાજકીય પાર્ટીઓની નોંધણીની પ્રક્રિયા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ તેના 1 દિવસ પહેલા એટલે કે 9 માર્ચ સુધી ચાલી હતી. ગયા વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા , મિઝોરમ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા 58 રાજનીતિક પાર્ટીએ તેમની નોંધણી કરાવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:48 am, Thu, 28 March 19