Karnataka elections : ‘કર્ણાટક ચૂંટણી જીત્યા પછી પણ હું ખુશ નથી’, DK શિવકુમારે આવું કેમ કહ્યું?

|

May 21, 2023 | 3:37 PM

બેંગલુરુમાં પાર્ટી કેડરને સંબોધતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે 'અમને વિધાનસભા ચૂંટણીમાં 135+ બેઠકો મળી, પરંતુ હું ખુશ નથી.

Karnataka elections : કર્ણાટક ચૂંટણી જીત્યા પછી પણ હું ખુશ નથી, DK શિવકુમારે આવું કેમ કહ્યું?
Karnataka

Follow us on

કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ પછી, ડીકે શિવકુમારે રવિવારે કહ્યું કે રાજ્યમાં પાર્ટીની પ્રચંડ જીત પછી પણ તેઓ ખુશ નથી. બેંગલુરુમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા શિવકુમારે કહ્યું કે, અમને વિધાનસભા ચૂંટણીમાં 135થી વધુ સીટો મળી છે, પરંતુ હું ખુશ નથી, મારા કે સિદ્ધારમૈયાના ઘરે શુભેચ્છા પાઠવવા ન આવો.

શિવકુમારે કેમ કહ્યું તે આ ચૂંટણીથી ખુશ નથી ?

બેંગલુરુમાં પાર્ટી કેડરને સંબોધતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે ‘અમને વિધાનસભા ચૂંટણીમાં 135+ બેઠકો મળી, પરંતુ હું ખુશ નથી. ત્યારે શિવકુમારે આમ કેમ કહ્યુ તે અંગે તેમણે ખુદ જણાવ્યું હતુ કે અમારું આગામી લક્ષ્ય લોકસભાની ચૂંટણી છે અને આપણે સારી રીતે લડવું જોઈએ.

આથી તેમને અપેક્ષા આ ચૂંટણીથી વધુ હતી કારણ કે આના આધારે જ આગામી ચૂંટણીમાં ભવિષ્ય નક્કી થશે. અગાઉ, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ શિવકુમાર સાથે પૂર્વ પીએમ રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિ પર બેંગલુરુમાં KPCC કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

સિદ્ધારમૈયાએ કહ્યું- ભાજપે આતંક પર ભાષણ ન આપવું જોઈએ

કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સિદ્ધારમૈયાએ કહ્યું, “પીએમ મોદી આતંકવાદ વિશે બોલે છે, પરંતુ શું તેઓ કહી શકે કે આતંકવાદને કારણે ભાજપના કોઈ નેતાએ જીવ ગુમાવ્યો છે. ભાજપ કહે છે કે કોંગ્રેસ આતંકવાદને સમર્થન આપે છે, પરંતુ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા નેતાઓ આતંકવાદી હુમલામાં કોંગ્રેસના ઘણા નેતાઓ માર્યા ગયા હતા.” જણાવી દઈએ કે સિદ્ધારમૈયા રાજીવ ગાંધીની પુણ્યતિથિના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

રાહુલ ગાંધીએ પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલે ટ્વીટ કર્યું, “પાપા, તમે હંમેશા મારી સાથે, યાદોમાં, પ્રેરણા તરીકે છો.” રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વિટ કરીને રાજીવ ગાંધીની વિવિધ પળોનો વીડિયો શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ દિવસે 1991માં તમિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE)ના એક આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article