
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થશે. ભાજપ અને કોંગ્રેસ બંને પાસે હવે માત્ર એક જ દિવસનો મોકો બચ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા દિવસે કર્ણાટકમાં ભવ્ય રોડ શો કરી રહ્યા છે. તેમના રોડ શોમાં રોડની બંને બાજુ હજારોની ભીડ ઉમટી હોવાનું જોવા મળી રહ્યું છે.
લોકોને પીએમને જોઈને ક્યારેક હાથ જોડી રહ્યા હતા તો ક્યારેક તેમના પર ફૂલ વરસાવી રહ્યા છે. આ તેમનો બીજો રોડ શો છે જે સવારે 10 વાગ્યા પછી સ્ટાર્ટ થયો હતો. ત્યારે આ પ્રસંગે PM મોદીએ આદેશ આપ્યો છે કે NEETની પરીક્ષાઓ હોવાથી આજનો કાર્યક્રમ ટૂંકો રાખવામાં આવે.
પીએમ મોદીનો ચૂંટણી કાર્યક્રમ આજે સમાપ્ત થશે. 10 મેના રોજ મતદાન થવાનું છે. PMએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ત્યારથી ભાજપને ફાયદો થયો છે. આ સિવાય કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળનો ઉલ્લેખ કરીને પોતાના માથા પર મુસીબત લીધી હતી. હવે ભાજપ પ્રચારમાં આક્રમક જોવા મળી રહ્યું છે જ્યારે કોંગ્રેસ રક્ષણાત્મક દેખાઈ રહી છે.
#WATCH | Prime Minister Narendra Modi begins his roadshow in Bengaluru ahead of #KarnatakaAssemblyElection
PM started his roadshow from the Kempegowda statue at New Tippasandra Road and it will end at Trinity Circle. pic.twitter.com/E0nTk6eifJ
— ANI (@ANI) May 7, 2023
પીએમ મોદીના રોડ શોનો સમય આજે ઘટાડી દેવામાં આવ્યો છે. આજે પીએમ મોદીનો માત્ર દોઢ કલાકનો રોડ શો થશે. રાજ્યમાં વરસાદના વિઘ્ન વચ્ચે પીએમએ રોડ શો કર્યો હતો અને તેમને જોવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. જોકે આજે NEETની પરીક્ષા હોવાથી PMએ પોતાના રોડ શોનો સમય ટૂકાવી દીધો હતો. PMએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે પરીક્ષાર્થીઓને આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ રોડ શો માત્ર 6.1 કિલોમીટરનો હશે. કેમ્પેગોડા સ્ટેચ્યુ ન્યૂ ટિપ્પાસન્દ્રાથી શરૂ થઈને ટ્રિનિટી સર્કલ, એમજી રોડ સુધી જશે.
#WATCH | Prime Minister Narendra Modi reaches Kempegowda Statue in Bengaluru to begin his roadshow ahead of #KarnatakaAssemblyElection pic.twitter.com/Z1R66AajAi
— ANI (@ANI) May 7, 2023
રોડ શો બાદ પીએમ મોદી શિવમોગા ગ્રામીણમાં રેલી પણ કરવાના છે. PM 1.30 સુધીમાં અહીં પહોંચી જશે. અહીંથી પીએમ બપોરે 3.30 વાગ્યે નંજનગુડ પહોંચશે, જ્યાં તેઓ એક રેલીને સંબોધિત કરશે. રવિવારે સાંજે, વડા પ્રધાન નંજનગુડના શ્રીકાંતેશ્વરના પ્રખ્યાત મંદિરમાં દર્શન અને પૂજા સાથે ચાર રેલીઓ સાથે તેમના પ્રચારનો અંત કરશે. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે શિવના દર્શન કરીને કર્ણાટક ચૂંટણી પ્રચારનું સમાપન કરશે.
પીએમ મોદીના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કોઈ કસર છોડવા માંગતું નથી. જ્યારથી પીએમ મોદીએ કર્ણાટક ચૂંટણીમાં કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ભાજપની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. આજે ચૂંટણી કાર્યક્રમ પૂરો કર્યા બાદ પીએમ સાંજે 5 વાગે મૈસૂરના નંજનગુડુ ખાતે શ્રી કંથેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેશે. કાઠેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ પીએમ મોદી દિલ્હી પરત ફરશે. પ્રસિદ્ધ શિવ મંદિર મૈસુરના ચામરાજનગર મતવિસ્તારમાં આવેલું છે.
Published On - 12:47 pm, Sun, 7 May 23