
જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું કે, અમિત શાહે 5 વર્ષ સુધી અમિત શાહે સફળતા પૂર્વક ભાજપનું નેતૃત્વ સંભાળ્યું છે. ત્યારે અમિત શાહને ગૃહ પ્રધાનની જવાબદારીનું વહન કરવાનું હોવાથી આ જવાબદારી માટે જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.
J P Nadda elected as the BJP National Working President#TV9News pic.twitter.com/vctVXxSnGt
— Tv9 Gujarati (@tv9gujarati) June 17, 2019
કોણ છે જેપી નડ્ડા
ભાજપના વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડા કે જેમને જેપી નડ્ડાના નામથી પણ ઓળખવામાં આવે છે. જેપી નડ્ડાનો જન્મ બિહારના પટનામાં વર્ષ 1960માં થયો હતો. તેમનો કોલેજ સુધીનો અભ્યાસ BA અને LLB સુધી પટનામાંથી જ થયો છે. તો સાથે તેઓ શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા હતા.
રાજનીતિમાં તેઓ સૌ પ્રથમ 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં પણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. વર્ષ 1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે. તો મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જેપી નડ્ડાને સ્વાસ્થય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા.
Published On - 2:55 pm, Mon, 17 June 19