JEE Main May 2021 Postponed: કોરોના સંક્રમણના કારણે JEE મેઈન્સની પરીક્ષા સ્થગિત, શિક્ષણપ્રધાને કરી જાહેરાત
JEE Main May 2021 Exams

JEE Main May 2021 Postponed: કોરોના સંક્રમણના કારણે JEE મેઈન્સની પરીક્ષા સ્થગિત, શિક્ષણપ્રધાને કરી જાહેરાત

| Edited By: | Updated on: May 04, 2021 | 7:04 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મે સત્રની સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEEને સ્થગિત કરી દીધી છે. મે સત્રની પરીક્ષા 24, 25, 26, 27, 28 મેના રોજ આયોજિત થવાની હતી. પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કોરોના વાઈરસના વધતા કેસના સંક્રમણને જોઈને લેવાયો છે.

JEE Main May 2021 Postponed: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મે સત્રની સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEEને સ્થગિત કરી દીધી છે. મે સત્રની પરીક્ષા 24, 25, 26, 27, 28 મેના રોજ આયોજિત થવાની હતી. પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કોરોના વાઈરસના વધતા કેસના સંક્રમણને જોઈને લેવાયો છે.

 

 

 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા પરીક્ષા સ્થગિત કરવાની ઘોષણા કરી. તેમણે લખ્યુ કે કોવિડ-19ની સ્થિતિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા જેઈઈ(મુખ્ય) મે-2021 સત્રને સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે આગળની અપડેટ માટે NTAની ઓફિશિયલ વેબસાઈટ પર એક્ટીવ રહે.

 

 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ વર્ષે ચાર સત્રમાં જેઈઈ મેઈન 2021 પરીક્ષાનું આયોજન કરી રહી છે. આમાંથી બે સત્ર ફેબ્રુઆરી (સત્ર-1) અને માર્ચ (સત્ર-2) પહેલેથી જ પૂરા થઈ ચૂક્યા છે. પહેલા સત્રમાં 6,20,978 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા અને બીજા સત્રની પરીક્ષામાં 5,56,248 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.