JEE Main Exam: કોરોનાના કારણે JEE Main પરીક્ષા મોકૂફ, 27, 28 અને 30 એપ્રિલે યોજાવાની હતી આ પરીક્ષા

JEE Main Exam ને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કોરોનાને કારણે JEE Mainની એપ્રિલની [પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.

JEE Main Exam: કોરોનાના કારણે JEE Main પરીક્ષા મોકૂફ,  27, 28 અને 30 એપ્રિલે યોજાવાની હતી આ પરીક્ષા
File Image (PTI)
| Updated on: Apr 18, 2021 | 11:36 AM

કોરોના વધતા જતા કેસો વચ્ચે JEE MAIN એપ્રિલની પરીક્ષા 2021 મુલતવી રાખવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે ખુદ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને JEE MAIN 2021 (એપ્રિલ) પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ અને તેમની કારકિર્દીની સલામતી એ અમારી પ્રથમ અગ્રતા છે.

આપને જણાવી દઈએ કે JEE MAIN 2021 ની પરીક્ષા 27, 28 અને 30 એપ્રિલના રોજ લેવાની હતી. આ પરીક્ષા બે પાળીમાં યોજાવાની હતી. નિશાંકે વધુમાં ટ્વીટમાં લખ્યું છે કે JEE MAIN પરીક્ષા માટેની નવી તારીખો પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે.

https://twitter.com/DrRPNishank/status/1383645361995096070

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી ચાર સત્રોમાં JEE MAIN પરીક્ષાનું આયોજન કરી રહી છે. એજન્સી દ્વારા બે સત્રો પૂર્ણ થયા છે. પ્રથમ સત્ર 23-26 ફેબ્રુઆરી 2021 ની વચ્ચે યોજાયું હતું. જ્યારે બીજુ સત્ર 16-18 માર્ચ 2021ના રોજ સુધી યોજાયું હતું. પ્રથમ સત્રમાં કુલ 620978 ઉમેદવારો અને બીજા સત્રમાં 556248 ઉમેદવારો હાજર રહ્યા હતા.

કોરોનાનો ખતરો વધતા લેવાયો નિર્ણય

સ્વાભાવિક રીતે દેશમાં કોરોનાનો કહેર ખુબ વધી રહ્યો છે. આવા સમયમાં ઘણી બધી પરીક્ષાઓ રદ અને સ્થગિત કરી દેવામાં આવી છે. જાહેર છે કે દેશમાં કોરોનાના કેસ ખુબ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આ નિર્ણય બાળકો માટે પણ ખુબ મહત્વનો છે. કોરોનાના આ નવા પ્રકારમાં બાળકોમાં પણ વધુ જોખમ જોવા મળી રહ્યું છે. નાની ઉંમરના લોકોમાં જે પહેલા કોરોનાનો ખતરો નહોતો દેખાતો ટે હવે વધુ દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં JEE MAIN 2021 (એપ્રિલ) પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે JEE MAIN 2021 ની પરીક્ષા 27, 28 અને 30 એપ્રિલના રોજ લેવાની હતી. આ પરીક્ષા બે પાળીમાં યોજાવાની હતી. નિશાંકે વધુમાં ટ્વીટમાં લખ્યું છે કે JEE MAIN પરીક્ષા માટેની નવી તારીખો પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે.

 

આ પણ વાંચો: કોરોનાથી બચાવ અને સારવાર વિશે સપૂર્ણ માહિતી, કોરોનામાં શું કરવું શું નહીં કરવું

આ પણ વાંચો: કોરોનાની બીજી લહેર અને ચૂંટણી પહેલા સરકારોને અપાઈ હતી ચેતવણી, કોઈએ ના માની આ વૈજ્ઞાનિકની વાત