જય શ્રીરામ,રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યામાં તૈયારીઓ પુરજોશમાં,વડાપ્રધાન મોદી મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મુકશે,પીએમની સુરક્ષાને લઇને સાત ઝોન,અયોધ્યાની સીમાઓ સીલ

|

Aug 01, 2020 | 9:28 AM

રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યામાં તૈયારીઓ પુરજોશમાં છે… હવે બધાને રાહ છે 5 ઓગસ્ટની, જ્યારે વડાપ્રધાન મોદી મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મુકશે. કોરોનાકાળમાં ભવ્ય આયોજન માટે તંત્ર દ્વારા એવી તૈયારી કરવામાં આવી છે કે જે જોઇ તમે આશ્ચર્યચકિત થઈ જશો. સુરક્ષાની વાત કરીએ તો વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇને અયોધ્યાની સીમાઓ સીલ કરી દેવામાં […]

જય શ્રીરામ,રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યામાં તૈયારીઓ પુરજોશમાં,વડાપ્રધાન મોદી મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મુકશે,પીએમની સુરક્ષાને લઇને સાત ઝોન,અયોધ્યાની સીમાઓ સીલ
http://tv9gujarati.in/jay-shri-ram-sat…suraksha-gothvai/

Follow us on

રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યામાં તૈયારીઓ પુરજોશમાં છે… હવે બધાને રાહ છે 5 ઓગસ્ટની, જ્યારે વડાપ્રધાન મોદી મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મુકશે. કોરોનાકાળમાં ભવ્ય આયોજન માટે તંત્ર દ્વારા એવી તૈયારી કરવામાં આવી છે કે જે જોઇ તમે આશ્ચર્યચકિત થઈ જશો. સુરક્ષાની વાત કરીએ તો વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇને અયોધ્યાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે, પીએમની સુરક્ષાને લઇને સાત ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં હનુમાનગઢી અને સરયૂ તટ પણ સામેલ છે.સાકેત મહાવિદ્યાલયથી લઇને નવા ઘાટ સુધીના મુખ્ય માર્ગને સુપર સિક્યોરિટી ઝોનમાં રાખવામાં આવ્યો છે. ભૂમિ પૂજનની પૂર્વ સંધ્યા એટલે કે 4 ઓગસ્ટની સાંજે કોઇને અયોધ્યામાં પ્રવેશ મળશે નહીં. દરેક રસ્તા પર મોનિટરિંગ કરવામાં આવી રહી છે. પાડોશી જિલ્લામાં નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે જે પોલીસ સાથે સીમાની સુરક્ષા કરશે. 3 ઓગસ્ટે જ હાઈવે સહિત નાના મોટા રસ્તા પર બેરિયર લગાવી દેવાશે. યૂપીના તમામ અધિકારીઓએ શુક્રવારે જ અયોધ્યામાં ધામા નાખ્યા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article