કોણ છે આદિલ અહેમદ ડાર ?, જેણે દેશના 40થી વધુ જવાનોના ભોગ લીધો

|

Feb 17, 2019 | 10:00 AM

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ આત્મઘાતી હુમલાને અંજામ આપતા વિસ્ફોટકોથી લદાયેલ વાહનથી CRPF જવાનોની બસને ટક્કર મારી દીધી હતી. આ હુમલામાં 42 જવાન શહીદ થઇ ગયા. આ આત્મઘાતી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદએ લીધી છે. હુમલા અંગે પોલીસે કહ્યું કે, આતંકવાદીઓએ અહીંથી આશરે 30 કિલોમીટર દુર લોથપોરા વિસ્તારમાં અપરાન્હ આશરે 03.37 કલાકે CRPF બસને […]

કોણ છે આદિલ અહેમદ ડાર ?, જેણે દેશના 40થી વધુ જવાનોના ભોગ લીધો

Follow us on

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીએ આત્મઘાતી હુમલાને અંજામ આપતા વિસ્ફોટકોથી લદાયેલ વાહનથી CRPF જવાનોની બસને ટક્કર મારી દીધી હતી. આ હુમલામાં 42 જવાન શહીદ થઇ ગયા. આ આત્મઘાતી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદએ લીધી છે.

હુમલા અંગે પોલીસે કહ્યું કે, આતંકવાદીઓએ અહીંથી આશરે 30 કિલોમીટર દુર લોથપોરા વિસ્તારમાં અપરાન્હ આશરે 03.37 કલાકે CRPF બસને નિનાશ બનાવીને IED વિસ્ફોટ કર્યો. આ હુમલામાં મુખ્ય આતંકવાદીની ઓળખ થઈ ગઈ છે. જે પુલવામાના કાકાપોરાનાં રહેનારા આદિલ અહેમદ તરીકે થઇ છે.

આ પણ વાંચો : પાકિસ્તાની આતંકીઓએ ભારતમાં ફરી કર્યો ઉરી જેવો હુમલો, પુલવામામાં 2500 જવાનના કાફલાં પર અટેક, હુમલામાં 20 જવાન શહીદ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આતંકવાદી પોલીસે જણાવ્યું કે, આદિલ અહેમદ 2018માં જૈશ એ મોહમ્મદમાં જોડાયો હતો. તે ત્યારથી જ ખીણમાં મોટો આતંકવાદી હૂમલો કરવાની ફિરાકમાં હતો. સુરક્ષાદળોનું કહેવું છે કે આદિલને થોડા દિવસ પહેલા જ એક ઓપરેશન દરમિયાન ઘેરી પણ લેવાયો હતો. જો કે તે ગમે તેમ કરીને બચી નિકળ્યો હતો.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે CRPF ના કાફલાં પર મોટો આતંકવાદી હુમલો, 42 જવાન શહીદ 

આ હુમલા બાદ જૈશ એ મોહમ્મદે આદિલ ડારનો એક વીડિયો સામે આવ્યો છે. જેને આત્મઘાતી હુમલા પહેલા શુટ કરવામાં આવ્યો. જેમાં આદિલ પાછળ જૈશ એ મોહમ્મદનું બેનર દેખાઇ રહ્યું છે. જેમાં તે પોતે તમામ હથિયારો સાથે છે. આ હુમલા બાદ જૈશના પ્રવક્તા મોહમ્મદ હસને દાવો કર્યો કે, આ હુમલામાં સેનાનાં અનેક વાહન નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દેશની એક જ હુંકાર, ‘પુલવામાના જવાનોનું લોહી વ્યર્થ નહીં જાય, એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે’

પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટની ઘટના શ્રીનગર જમ્મુ રાજમાર્ગ પર અવંતિપોરા વિસ્તારમાં થઇ. રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યા બાદ CRPF બસ પર ગોળીઓ વરસાવી હતી. આ એક આત્મઘાતી હૂમલો હોઇ શકે છે. આ તરફ સ્થાનિક મીડિયાને પોતાને જૈશેનો પ્રવક્તા જણાવનારો એક વ્યક્તિએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ સંગઠન દ્વારા કરવામાં આવેલો એક ફિદાયીન હુમલો હતો.

[yop_poll id=1422]

Published On - 5:08 pm, Thu, 14 February 19

Next Article