Jammu Kashmir: સેનાએ રવિવારે જમ્મુ -કાશ્મીરના પૂંચ જિલ્લામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. સેનાના જવાનોએ ચોક્કસ ઇનપુટ્સના આધારે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેનાની મદદ માટે જમ્મુ -કાશ્મીર પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને અર્ધલશ્કરી જવાનો પણ હાજર હતા. મેંધર, સુરાનકોટ અને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન તીવ્ર કરવામાં આવ્યું છે.
આ સાથે જ પૂંછ જિલ્લામાં સેના દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 3 સપ્ટેમ્બરની મોડી રાત્રે સેનાએ પૂંછમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને પાકિસ્તાનની નિશાની ધરાવતી ખાદ્ય ચીજો જપ્ત કરી હતી. આ સિવાય 30 ઓગસ્ટના રોજ સેનાએ ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં બે વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા.
30 ઓગસ્ટના રોજ સેનાએ પૂંછમાં 2 વિદેશી આતંકીઓને ઠાર કર્યા હતા
સેનાના જવાનો તરફથી કાર્યવાહી કરવા પર આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, ત્યારબાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી થયેલી ભીષણ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને તેની પાસેથી એકે -47 રાઇફલ મળી આવી હતી. આ પછી, LOC પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિયંત્રણ રેખા પાર એકે 47 સાથે અન્ય આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ રીતે ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
ગિલાનીના મોત બાદ રવિવારે ચોથા દિવસે સુરક્ષા દળો તૈનાત રહ્યા હતા
દરમિયાન, કટ્ટર ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ રવિવારે ચોથા દિવસે સુરક્ષા દળો તૈનાત રહ્યા, પરંતુ કેટલાક અધિકારીઓએ કહ્યું કે રવિવારે પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખીણમાં લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર બેરિકેડ બનાવવામાં આવ્યા છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર અને અન્ય સ્થળોએ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. ખીણમાં ટ્રાફિકની અવરજવર વધી હોવા છતાં, મોટાભાગના જાહેર પરિવહન રસ્તાઓથી દૂર રહ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં તેમજ ખીણના અન્ય ભાગોમાં કેટલીક દુકાનો ખુલી છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલ રાજ્યમાં સ્થિતિ સામાન્ય નિયંત્રણમાં છે.
આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 06 સપ્ટેમ્બર: આજે મનમાં નિરાશાજનક અને નકારાત્મક વિચારોની સ્થિતિ જણાશે