જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા, વાંચો શું થયું હતુ આ દિવસે

100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1919ની વાત છે. એક બાગીચામાં લગભગ 15થી 20 હજાર ભારતીયો ભેગા થયા હતા. બધા જ શાંતિથી સભા કરી રહ્યા હતા. આ સભા પંજાબના 2 જાણીતા નેતાની ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં કરવામાં આવી હતી. તેના 2 દિવસ પહેલા અમૃતસર અને પંજાબમાં એવુ થયુ હતુ, જેનાથી બ્રિટિશ સરકાર ગુસ્સામાં હતી. આ […]

જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા, વાંચો શું થયું હતુ આ દિવસે
| Updated on: Apr 14, 2019 | 2:46 AM

100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1919ની વાત છે. એક બાગીચામાં લગભગ 15થી 20 હજાર ભારતીયો ભેગા થયા હતા. બધા જ શાંતિથી સભા કરી રહ્યા હતા.

આ સભા પંજાબના 2 જાણીતા નેતાની ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં કરવામાં આવી હતી. તેના 2 દિવસ પહેલા અમૃતસર અને પંજાબમાં એવુ થયુ હતુ, જેનાથી બ્રિટિશ સરકાર ગુસ્સામાં હતી. આ ગુસ્સામાં બ્રિટિશ સરકારે તેમના અધિકારી જનરલ ડાયરને અમૃતસર મોકલ્યા હતા.

TV9 Gujarati

 

જનરલ ડાયર 90 સૈનિકોને લઈને સાંજે લગભગ 4 વાગ્યે જલિયાવાલા બાગ પોંહચ્યા અને ડાયરે સભા કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી દીધી. 120 મૃતદેહો તે કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે કુવામાં લોકો પોતાના જીવ બચાવવા માટે કુદી ગયા હતા.

લોક કહે છે કે લગભગ 10 મિનિટમાં 1650 રાઉન્ડ ગોળીઓ ચલાવ્યા પછી જનરલ ડાયર એટલા માટે ઉભા રહ્યા હતા કારણ કે તેમના સૈનિકોની ગોળીઓ ખત્મ થઈ ગઈ હતી. અંગ્રેજોના આંકડા પ્રમાણે જલિયાવાલા બાગ કાંડમાં 379 લોકો મુત્યૂ પામ્યા હતા.

જ્યારે હકીકત એ છે કે તે દિવસે 1 હજારથી વધારે લોકો મુત્યૂ પામ્યા હતા અને લગભગ 2 હજાર ગોળીઓથી લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી આખા દેશમાં એવો ગુસ્સો ફાટી નીકળ્યો કે બ્રિટીશ શાસનના મુળ હલી ગયા. બ્રિટિશ શાસને આજ સુધી આ કાંડ માટેની માફી નથી માગી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:41 am, Sat, 13 April 19