જાણો કોણ છે ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, આ રાજ્યમાં PM મોદી સાથે થઈ હતી પહેલી મુલાકાત

જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું કે, અમિત શાહે 5 વર્ષ સુધી અમિત શાહે સફળતા પૂર્વક ભાજપનું નેતૃત્વ સંભાળ્યું છે. જાણો કોણ છે જેપી નડ્ડા રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ પણ વાંચોઃ  […]

જાણો કોણ છે ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, આ રાજ્યમાં PM મોદી સાથે થઈ હતી પહેલી મુલાકાત
| Updated on: Jun 17, 2019 | 3:43 PM

જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું કે, અમિત શાહે 5 વર્ષ સુધી અમિત શાહે સફળતા પૂર્વક ભાજપનું નેતૃત્વ સંભાળ્યું છે.

જાણો કોણ છે જેપી નડ્ડા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ  ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાની નિમણૂક, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

જેપી નડ્ડાનું પુરું નામ જગત પ્રકાશ નડ્ડા છે. જેપી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ સમૂદાયમાંથી આવે છે. કોઈપણ દાગ વગરની છબી ધરાવતા જેપી નડ્ડાનો સંબંધ RSS સાથે પણ રહ્યો છે. PM મોદીના પ્રથમ કાર્યકાળમાં તેઓ સ્વાસ્થય પ્રધાન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમના જીવનકાળની વાત કરવામાં આવે તો 16 વર્ષની ઉંમરથી જ તેઓ વિદ્યાર્થી રાજનીતિમાં ઉતરી ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેઓ પોતાના અભ્યાસ દરમિયાન ABVP સાથે જોડાયેલા હતા. આ સમયે બિહારમાં વિદ્યાર્થી આંદોલન પોતાની ચરમસીમાએ હતું અને આ જ સમયે 1977માં પટના યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તે સચિવ પણ ચૂંટાયા હતા. તેમનો કોલેજ સુધીનો અભ્યાસ BA અને LLB સુધી પટનામાંથી જ થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજનીતિમાં તેઓ સૌ પ્રથમ 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં પણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. વર્ષ 1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે. વર્ષ 2008થી 2010 વચ્ચે તેઓ હિમાચલ પ્રદેશમાં મંત્રી પણ રહ્યા હતા. 2012માં હિમાચલ પ્રદેશમાંથી તેઓને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. આ બાદ 2014માં ભાજપની સરકાર આવતા સ્વાસ્થય મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. PM મોદી અને અમિત શાહના ખાસ માનવામાં આવે છે. જ્યારે PM મોદી હિમાચલ પ્રદેશના પ્રભારી હતા તે દરમિયાન જેપી નડ્ડાની સાથે મુલાકાત થઈ હતી

Published On - 3:41 pm, Mon, 17 June 19