IRCTCએ શરૂ કરી Ramayan Yatra, જાણો કેટલું છે ભાડુ? કેવી છે સુવિધાઓ?

નવા વર્ષની શરૂઆતમાં આપ IRCTC દ્વારા આયોજન કરેલ ધાર્મિક પ્રવાસનો લાભ લઈ શકો છો. દેશની સૌથી મોટી રેલ કંપની IRCTC નાગરિકોને કેટલાય ધાર્મિક સ્થળો પર પ્રવાસ પર લઈ જઈ રહી છે.

IRCTCએ શરૂ કરી Ramayan Yatra, જાણો કેટલું છે ભાડુ? કેવી છે સુવિધાઓ?
| Edited By: | Updated on: Feb 02, 2021 | 7:12 PM

નવા વર્ષની શરૂઆતમાં આપ IRCTC દ્વારા આયોજન કરેલ ધાર્મિક પ્રવાસનો લાભ લઈ શકો છો. દેશની સૌથી મોટી રેલ કંપની IRCTC નાગરિકોને કેટલાય ધાર્મિક સ્થળો પર પ્રવાસ પર લઈ જઈ રહી છે. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કર્પોરેશન (IRCTC) નવા વર્ષોમાં શ્રીરામપથ ગમન, મલ્લિકાર્જુન, અને ગંગાસાગર જેવા અનેક ધર્મસ્થળોની યાત્રા શરૂ કરી છે. આઈઆરસીટીસીએ કહ્યું કે આ પેકેજનું નામ રામાયણ યાત્રા રહેશે.

 

IRCTC Ramayan Yatra

 

ઈન્દોરથી શરૂ થશે યાત્રા

આ યાત્રા ઈન્દોરથી પ્રારંભ કરશે અને યાત્રીઓને અયોધ્યા તથા ચિત્રકૂટ સુધી યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રામાં આપ Third ACથી લઈને Sleeper Classમાં સફર કરી શકો છો. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ યાત્રા સંપૂર્ણ રીતે નિશુલ્ક હશે, તેમજ પાંચ વર્ષથી ઉપરના બાળકોની પૂરી ટિકિટ ગણવામાં આવશે. આ યાત્રા 26 Februaryથી શરૂ થઈને 3 March પર સમાપ્ત થશે.

 

આટલું હશે ભાડું

આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું હશે. ઈન્દોર સિવાય લોકો દેવાસ, ઉજૈન, શુજાલપુર, સિહોર, સંત હરીદાસ નગર, વિદિશા, બીના અને ઝાંસીથી પણ પેકેજને બુક કરવી શકો છો. પેકેજ અનુસાર યાત્રીઓને અયોધ્યા, નંદીગરા, પ્રયાગ, ચિત્રકૂટ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. sleeper classના યાત્રીઓ પાસેથી રૂપિયા 5,670 અને 3rd ACના યાત્રીઓ પાસેથી રૂપિયા 6,930 ભાડું વસૂલવામાં આવશે.

 

આ પેકેજમાં સમાવેશ છે

આ પેકેજમાં યાત્રીઓને ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરી દેવામાં આવશે. તેમજ રાત્રિ રોકાણ માટે હૉલની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

 

આ પણ વાંચો: Local Body Polls 2021 : પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારાના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી