IRCTC ની વેબસાઇટ પર આ રીતથી તત્કાલ ટિકિટ બુક કરો, તમને મળશે કન્ફર્મ સીટ

|

Jun 15, 2021 | 5:00 PM

ઘણી વખત લોકોને ટ્રેન માટેની તત્કાલ ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ લાગે છે. જ્યારે પણ કોઈ જગ્યાએ જવા માટે અચાનક પ્લાન બને છે, ત્યારે તત્કાલ ટિકિટ લેવી પડે છે.

IRCTC ની વેબસાઇટ પર આ રીતથી તત્કાલ ટિકિટ બુક કરો, તમને મળશે કન્ફર્મ સીટ
આ રીતથી તત્કાલ ટિકિટ બુક કરો

Follow us on

ઘણી વખત લોકોને ટ્રેન (Train) માટેની તત્કાલ ટિકિટ (Ticket) મેળવવી ખૂબ જ મુશ્કેલ લાગે છે. જ્યારે પણ કોઈ જગ્યાએ જવા માટે અચાનક પ્લાન બને છે, ત્યારે તત્કાલ ટિકિટ લેવી પડે છે. તત્કાલ ટિકિટ માટેનું બુકિંગ ટ્રેનની મુસાફરીની શરૂઆતના સમયથી એક નિશ્ચિત સમયે શરૂ થાય છે. તત્કાલ ટિકિટ ચોક્કસ સમય પર બુક કરાવી લેવી પડે છે અને જો નિયત સમયે ટિકિટ બુક કરવામાં ના આવે તો ટિકિટ બુક થઈ શકતી નથી.

તમારે જ્યારે તત્કાલ ટિકિટ બુક કરવાની જરૂર હોય તો તે સમયે તે ખૂબ મુશ્કેલ બની જાય છે, કારણ કે તત્કાલ ટિકિટ બુક કરવામાં સમયની સૌથી વધુ કાળજી લેવી પડે છે. આ સ્થિતિમાં આજે અમે તમને તત્કાલ ટિકિટ બુક કરવાનો એક સરળ રસ્તો જણાવી રહ્યા છીએ, જેથી તમને કોઈ તકલીફ ન થાય અને તમારી કન્ફર્મ ટિકિટ મેળવવાની સંભાવના ઘણી વધી જશે.

શા માટે કન્ફર્મ ટિકિટ નથી મળી શકતી?

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

તત્કાલ ટિકિટનું બુકિંગ થોડા સમય માટે છે, તેથી સમયની કાળજી લેવી જરૂરી છે. ઘણી વખત તમને ખબર હોતી નથી કે તત્કાલ બુકિંગ ક્યારે શરૂ થશે. કન્ફર્મ ટિકિટ બૂક થઈ જાય ત્યારે તમે મોડેથી લોગઇન કરો છો. જો તમે યોગ્ય સમયે ટિકિટ બુકિંગ શરૂ કરી શકતા નથી, તો તમને કન્ફર્મ ટિકિટ મળી શકશે નહીં.

કેવી રીતે મેળવવી કન્ફર્મ ટિકિટ?

જો તમે કન્ફર્મ ટિકિટ બુક કરવા માંગતા હોય, તો તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ક્યારે તમારી મુસાફરીની ટ્રેનનું તત્કાલ બુકિંગ શરૂ થશે. આ માટે, આઈઆરસીટીસીની વેબસાઇટ પર એક વિકલ્પ છે, જેમાંથી તમે તત્કાલ બુકિંગ વિશે જાણી શકો છો. આ સુવિધાનું નામ છે Ask Disha. તેના દ્વારા તમે શોધી શકો છો કે કઇ ટ્રેનની ટિકિટ બુકિંગ શરૂ થઈ રહી છે. આ સુવિધામાં તમારે પ્રશ્ન પૂછવો પડશે અને તમને જવાબ મળી જશે.

Ask Disha શું છે?

Ask Disha એ એક પ્રકારનું ચેટ બોર્ડ છે, જેમાં તમે ટ્રેન વિશે પ્રશ્નો પૂછી શકો છો. તમે મેસેજ ચેટમાં તમારો પ્રશ્ન પૂછી શકો છો અને તેમાં તમને જવાબ મળશે. તત્કાલ ટિકિટ બુક કરવા સિવાય તમે આમાં ઘણા પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.

Ask Disha નો ઉપયોગ કેવી રીતે કરવો?

આ માટે પહેલા IRCTC ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અને તેમાં તમને Ask Disha નો વિકલ્પ દેખાશે. Ask Disha પર ક્લિક કર્યા પછી, ચેટિંગ માટેનું એક સ્ક્રીન દેખાશે, જેમાં તમે પ્રશ્નો પૂછી શકો છો. ત્યારબાદ તમને સિસ્ટમ તરફથી પ્રશ્નનો જવાબ આપવામાં આવશે.

Next Article