
IRCTC દેશમાં પહેલી વાર લક્ઝરી ક્રૂઝ લાઇનર શરૂ કરવા જઇ રહી છે. આ ક્રૂઝની બુકિંગ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય રેલવે આ પ્રકારની સેવા પ્રથમ વાર લઇને આવી રહી છે.

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આ સેવા ઇન્ડીજિનસ ક્રૂઝ એટલે કે દેશની અંદર ચાલનાર ક્રૂઝથી શરૂ કરવા જઇ રહી છે. આના માટે આઇઆરસીટીસીએ પ્રાઇવેટ કંપની કોર્ડેલિયા ક્રૂઝેઝ સાથે કરાર કર્યો છે.

આ ક્રૂઝને બુક કરવા માટે આઇઆરસીટીસીની વેબસાઇટ www.irctctourism.com પર જવાનું રહેશે.

આ ક્રૂઝ લાઇનરની મદદથી લોકો દેશના ફેમસ સ્થળ જેવા ગોવા, દિવ, લક્ષદ્વીપ, કોચી અને શ્રીલંકાના ટૂરિસ્ટ પ્લેસનું ભ્રમણ કરી શક્શે. આના પહેલા ફેઝમાં આ ક્રૂઝ લાઇનર પોતાના બેસ સ્ટેશનથી મુંબઇથી રવાના થશે.

આ ક્રૂઝમાં રેસ્ટોરંટ, સ્વીમિંગ પુલ, બાર, ઓપન સિનેમા, થિએટર, કિડ્સ એરિયા અને જીમ જેવી સુવિધાઓ પણ હશે

ક્રૂઝમાં યાત્રા દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ક્રૂઝમાં એજ લોકો યાત્રા કરી શક્શે જે લોકો ફુલ્લી વેક્સિનેટ હશે. મેડિકલની તમામ જરૂરી સુવિધાઓ પણ ક્રૂઝ પર ઉપલબ્ધ હશે.