International Labour Day 2021: 1 મે ના રોજ શા માટે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, જાણો તેનો ઈતિહાસ

|

Apr 30, 2021 | 9:34 PM

દર વર્ષે 1 મેના રોજ International Labour Day એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાની મહેનતથી દેશના વિકાસમાં ફાળો આપ્યો છે.

International Labour Day 2021: 1 મે ના રોજ શા માટે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, જાણો તેનો ઈતિહાસ
International Labour Day 2021

Follow us on

દર વર્ષે 1 મેના રોજ International Labour Day એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાની મહેનતથી દેશના વિકાસમાં ફાળો આપ્યો છે. કોઈ પણ દેશના ઉદ્યોગોના વિકાસમાં મજૂરો તેમજ કામદારોની મહત્વની ભૂમિકા હોય છે અને તેના કારણે જ દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે. લેબર ડે (Labour Day)ને મે ડે (May Day)ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘણા બધા દેશોની કંપનીઓમાં રજા હોય છે.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (International Labour Day)ની શરૂઆત 1 મે 1886 થી થઈ હતી. અમેરિકામાં મજૂર યુનિયનના સભ્યોએ કામના કલાકોને 8 કલાકથી વધુ ન રાખવા માટે માગણી કરી હતી અને તેના માટે હડતાળ કરી હતી. આ હડતાળ દરમિયાન શિકાગોની હેમાર્કેટમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટ કોના દ્વારા કરાયો હતો. તેની જાણકારી તો કોઈને ન હતી, પરંતુ પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા પોલીસે મજૂરો પર ફાયરિંગ કર્યું. પોલીસ ફાયરિંગમાં અનેક મજૂરો માર્યા ગયા હતાં.

પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ ઉજવાયો. પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેરાત કરાઈ કે હેમાર્કેટમાં નરસંહારમાં માર્યા ગયેલા નિર્દોષ મજૂરોની યાદમાં 1 મે ના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરાશે. આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઈકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસની રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં.

Next Article