20 મહિનાની ધનિષ્ઠા સમાજ માટે પ્રેરણા, અંગ દાન થકી 5 લોકોને આપ્યું જીવનદાન

|

Jan 15, 2021 | 1:56 PM

દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતી 20 મહિનાની ધનિષ્ઠાએ ગંગારામ હોસ્પિટલમાં મૃત્યુ પામી, પરંતુ આ દુનિયામાંથી વિદાય લેતા પહેલા તેણે પાંચ લોકોને જીવનદાન આપ્યું.

20 મહિનાની ધનિષ્ઠા સમાજ માટે પ્રેરણા, અંગ દાન થકી 5 લોકોને આપ્યું જીવનદાન
20 મહિનાની ધનિષ્ઠા બની સૌથી નાની વયની અંગ દાતા

Follow us on

દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતી 20 મહિનાની ધનિષ્ઠાએ ગંગારામ હોસ્પિટલમાં મૃત્યુ પામી, પરંતુ આ દુનિયામાંથી વિદાય લેતા પહેલા તેણે પાંચ લોકોને જીવનદાન આપ્યું. આ નાની બાળકીએ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત થઇ છે. ધનિષ્ઠા ભારતની સૌથી નાની અંગ દાતા બની છે.

ધનિષ્ઠાએ 5 દર્દીઓને મરણોત્તર જીવનદાન આપ્યું છે. તેનું હૃદય, લીવર અને બંને કિડની તેમન બંને કોર્નીયાને સર ગંગા રામ હોસ્પિટલ દ્વારા 5 દર્દીઓને દાન કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીની સાંજે ધનિષ્ઠા ઘરના પહેલા માળેથી નીચે પડી ગઈ હતી. તેને તાત્કાલિક ધોરણે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોકટરોના અથાગ પ્રયત્નો છતાં તેનો જીવ બચી શક્યો નહીં નહીં. ડોકટર્સએ 11 જાન્યુઆરીના રોજ બાળકીનું બ્રેઇન ડેડ જાહેર કર્યું હતું. બાળકીના મગજ સિવાય અન્ય અંગો સારી રીતે કામ કરી રહ્યા હતા.

પિતા આશિષ, માતા બબીતા અને ધનિષ્ઠા

પરિવારે લીધો અંગ દાનનો નિર્ણય

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ હ્રદયસ્પર્શી ઘટના ઘટ્યા બાદ પરિવારના સભ્યોએ તેના અંગનું દાન કરવાનો નિર્ણય કર્યો. બાળકીના પિતા આશિષ કુમારે જણાવ્યું કે આ નાની બાળકી ઘરે રમતી વખતે પડી ગઈ હતી. માતા બબીતાએ કહ્યું કે અમારી દીકરી તો રહી નહીં, પરંતુ તેના અંગો થાકી 5 બાળકોનું જીવન બચી શકે એમ હતું તેથી અમે અંગ દાન કરવાનું નક્કી કર્યું હતું.

પિતા આશિષે જણાવ્યું કે હોસ્પિટલમાં અમે એવા દર્દીઓ જોયા જેમને અંગની જરૂરિયાત હોય. અમે અમારી દીકરીને ખોઈ ચુક્યા છીએ પરંતુ અમેવિચાર્યું કે તેના અંગો થાકી પાંચ લોકોને જીવનદાન મળી શકે છે. અને તેમને મદદરૂપ સાબિત થઇ શકીએ છીએ.

હોસ્પિટલના ચેરમેન ડો.ડી.એસ. રાણા કહે છે કે પ્રેરણારૂપ આ કુટુંબનું કાર્ય ઉમદા અને વખાણવા લાયક છે. અન્ય લોકોએ પણ તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ. દેશમાં દર 10 લાખ લોકોએ માત્ર 0.26 લોકો જ અંગદાન કરે છે. ભારતમાં અંગ દાનનો સૌથી ઓછો દર છે. અંગના અભાવને કારણે દર વર્ષે સરેરાશ 5 લાખ ભારતીય જીવ ગુમાવે છે.

Next Article