મોંઘવારીનો માર: શહેરી ઝૂંપડપટ્ટીમાં માત્ર 50 ટકા વસ્તીમાં LPG સિલિન્ડરનો વપરાશ

ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને  રાજસ્થાનમાં વસતા શહેરી-ગરીબ વસ્તીના ચોથા ભાગથી LPG સિલિન્ડર દૂર થઈ રહ્યો છે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર (CEEW)ના કુકિંગ એનર્જી એક્સેસ સર્વે 2020ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

મોંઘવારીનો માર: શહેરી ઝૂંપડપટ્ટીમાં માત્ર 50 ટકા વસ્તીમાં LPG સિલિન્ડરનો વપરાશ
| Edited By: | Updated on: Mar 11, 2021 | 5:52 PM

ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને  રાજસ્થાનમાં વસતા શહેરી-ગરીબ વસ્તીના ચોથા ભાગથી LPG સિલિન્ડર દૂર થઈ રહ્યો છે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર (CEEW)ના કુકિંગ એનર્જી એક્સેસ સર્વે 2020ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. છ રાજ્યોના 58 જિલ્લામાં 83 શહેરી ઝૂંપડપટ્ટીમાં રહેતા 656 ઘરો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ આ શહેરી ઝૂંપડપટ્ટીમાં રહેતા લગભગ 86 ટકા ઘરોમાં LPG ગેસ જોડાણ છે. આમ છતાં આ વસ્તીના 50 ટકામાં એલપીજી સિલિન્ડર દૂર થઈ રહ્યા છે. દેશના આ છ રાજ્યોમાં ઝૂંપડપટ્ટીમાં રહેનારી વસ્તીનો ચોથો ભાગ રહે છે.

 

16 ટકા ઘરો લાકડાં બાળીને રાંધે છે
સર્વે મુજબ આવા ઘરમાં 16 ટકા ઘરો હજી પણ હવામાં પ્રદૂષણ ફેલાવનારા બળતણનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં લાકડા, છાણા, કોલસો, કૃષિ કચરો અને કેરોસીનનો સમાવેશ થાય છે. CEEWના સીઈઓ અરૂણાભા ઘોષે કહ્યું છે કે સિલિન્ડરોની કિંમત વધતી હોવાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના આગલા તબક્કામાં સરકારે શહેરી ઝૂંપડપટ્ટીના એવા લોકોને લક્ષ્યમાં લેવા જોઈએ કે જેમની પાસે LPG ગેસ જોડાણ નથી.

 

આ પણ વાંચો: Junagadh Mahashivratri Mela 2021: મહાશિવરાત્રીના મેળામાં ચાંપતો બંદોબસ્ત, રવેડી રૂટ પર પોલીસ કાફલો તૈનાત