Diwali 2021: 14,000 ફૂટની ઉંચાઈએ ITBPના જવાનોએ ફટાકડા ફોડીને દિવાળીની કરી ઉજવણી, જુઓ તસ્વીરો

|

Nov 04, 2021 | 9:57 PM

Diwali 2021: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે ફટાકડા પણ ફોડ્યા હતા.

1 / 5
દેશભરમાં આજે દિવાળી (Diwali 2021)ની ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકો રોશની સાથે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન દેશભરના મંદિરોને શણગારવામાં આવ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાંથી દિવાળીની ઉજવણી કરતા લોકોની તસ્વીરો સામે આવી રહી છે.

2 / 5
દેશની સરહદોની રક્ષા કરતા સૈનિકો પણ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં 14,000 ફૂટની ઊંચાઈએ સ્થિત બોર્ડર પોસ્ટ પર ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ દિવાળીની ઉજવણી કરી. ITBP દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં સૈનિકો ઉજવણી કરતા જોઈ શકાય છે.

3 / 5
છત્તીસગઢમાં પણ ITBP જવાનોએ દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન સૈનિકો હાથમાં મીણબત્તીઓ લઈને રોશનીનો તહેવાર ઉજવતા જોવા મળ્યા હતા. સૈનિકોએ રંગોળી પણ બનાવી અને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી.

4 / 5
દિવાળીના અવસર પર રાજનાંદગાંવમાં ITBPના જવાન પણ ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. સાથે જ સૈનિકોએ એક પંક્તિમાં દીવા પ્રગટાવ્યા અને એકબીજાને મીઠાઈઓ ખવડાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

5 / 5
ગુરુવારે દિવાળીના અવસર પર પીએમ મોદી જમ્મુ-કાશ્મીરની સરહદે આવેલા રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચ્યા અને સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. આ દરમિયાન પીએમએ જવાનોને સંબોધતા કહ્યું કે 2016 (સર્જિકલ સ્ટ્રાઈક) ભારતીય સેનાની ક્ષમતા અને વ્યાવસાયિક કાર્યક્ષમતા દર્શાવે છે.

Next Photo Gallery