Omicron Variant ના જોખમને લઈને રેલ્વે થયું સતર્ક, લોકોની સુરક્ષા માટે કરી રહ્યું છે આ તૈયારી, જાણો આ અહેવાલમાં

|

Dec 05, 2021 | 12:14 AM

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના જોખમને જોતા રેલવેએ પણ તૈયારીઓ કરી લીધી છે. કર્મચારીઓને તાલીમ આપવા ઉપરાંત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.

Omicron Variant ના જોખમને લઈને રેલ્વે થયું સતર્ક, લોકોની સુરક્ષા માટે કરી રહ્યું છે આ તૈયારી, જાણો આ અહેવાલમાં
Indian Railways (File Image)

Follow us on

Indian Railways News: કોવિડ-19ના નવા વેરીઅન્ટ ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છે. સમગ્ર વિશ્વ ચિંતિત છે. ભારતમાં પણ અત્યારસુધી ઓમીક્રોન વેરીઅન્ટના ચાર કેસ આવ્યા છે. અને હજુ આ કેસ વધી શકે છે. ત્યારે ઓમીક્રોન વેરીઅન્ટને ધ્યાનમાં રાખીને પૂર્વ મધ્ય રેલવે અનેક સાવચેતીના પગલાં લઈ રહી છે. અનુભવી ડોકટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે રેલવે હોસ્પિટલોમાં 24 કલાક તૈનાત રહેશે.

કોવિડ-19ના દર્દીઓને તબીબી સુવિધા પૂરી પાડવા માટે, રેલ્વે હોસ્પિટલોમાં તબીબી કર્મચારીઓને પણ નવા વેરીઅન્ટને લગતી નવીનતમ માહિતી સાથે અપડેટ કરીને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.

રેલ્વેના કર્મચારીઓ છે વેક્સીનેટેડ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રેલ્વેના લગભગ 90 ટકા કર્મચારીઓ વેક્સીનેટેડ છે. જે રાહત આપતી વાત છે, પૂર્વ મધ્ય રેલવેના લગભગ 80 હજાર રેલવે કર્મચારીઓમાંથી, 72 હજારથી વધુ રેલવે કર્મચારીઓને રસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,  કોરોનાથી બચાવ માટે, રક્ષણ માટે પૂર્વ મધ્ય રેલવે દ્વારા તેના કર્મચારીઓને કોવિડ સામે રસી લેવડાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. રેલ્વેના આ પગલાઓને કારણે ફક્ત 10 ટકા જ કર્મચારીઓ એવા છે જે વેક્સીનનો બીજો ડોઝ લઈ શક્યા નથી. જેનું મુખ્ય કારણ એ છે કે, રસીનો એક ડોઝ લીધા પછી બીજો ડોઝ લેવા માટે જે અવધિ છે તે પુરી થઈ નથી.

ઓક્સિજન, વેન્ટીલેટર જેવા જરૂરી સાધનોથી સજ્જ છે હોસ્પિટલો

રસીકરણ ઉપરાંત, પૂર્વ મધ્ય રેલવે દ્વારા તેના કર્મચારીઓને કોવિડ-19 અને કટોકટીની સ્થિતિમાં મેડિકલ ઈમરજન્સીથી બચાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં, કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે 6 હોસ્પિટલો નિયુક્ત કરવામાં આવી છે જ્યાં તેમને યોગ્ય કાળજી અને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે કુલ 206 બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે, જેમાંથી 30 બેડ ICU અને 176 બેડ નોન-ICU માટે અનામત રાખવામાં આવ્યા છે.

આ સાથે, 27 ઈનવેસિવ વેન્ટિલેટર અને 83 નોન-ઈનવેસિવ વેન્ટિલેટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં સારવાર માટે જરૂરી દવાઓ, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, PPE કીટ, N-95 માસ્ક વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં નાના બાળકોની સારવાર માટે પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

પૂર્વ મધ્ય રેલવેની દાનાપુર, સોનપુર અને પં. દીનદયાળ ઉપાધ્યાય વિભાગીય રેલવે હોસ્પિટલોમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ કાર્યરત થઈ ગયા છે. જ્યારે સેન્ટ્રલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ/પટના અને ડિવિઝનલ રેલ હોસ્પિટલ, ધનબાદ અને સમસ્તીપુરમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ માટે મશીનો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં અહીં કામ કરવાનું શરૂ કરશે.

ઉપરાંત, સ્ટેશન પર આવતા યાત્રીઓનું થઈ રહ્યું છે સ્ક્રીનીંગ

રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19ના સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ માટે પૂર્વ મધ્ય રેલવેના ઘણા સ્ટેશનો પર બૂથ બનાવવામાં આવ્યા છે. બૂથ પર ટ્રેનમાંથી આવતા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં, પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારે મીડીયાને જણાવ્યું હતું કે, કોવિડ-19ના નવા વેરીઅન્ટનો યોગ્ય રીતે સામનો કરવા ઉપરોક્ત પગલાંની સાથે સાથે, રેલવે રાજ્ય સરકારોના અધિકારીઓ સાથે સતત સંકલન જાળવી રહી છે.

આ પણ વાંચો :  ઓમીક્રોને વધારી ચિંતા, કર્ણાટક-ગુજરાત પછી હવે મહારાષ્ટ્રમાં પણ દસ્તક, દેશમાં આ વેરીઅન્ટનો ચોથો કેસ

Published On - 11:57 pm, Sat, 4 December 21

Next Article