
ભારતીય રેલવે સતત પોતાના મુસાફરોની સુવિધા માટે કંઈક નવા પગલા ભરતુ રહે છે. હવે ભારતીય રેલવે દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ડબ્બામાં ‘Talk Back’ બટનની સુવિધા બનાવવામાં આવી છે. રેલવે દ્વારા હાલ પુરતુ આ પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવશે.જો આ પ્રોજેક્ટ સંપૂર્ણ સફળ રહ્યો તો અન્ય ટ્રેનમાં પણ આ સુવિધા લાગુ પાડવામાં આવશે.
2016 માં પ્રથમ વખત રેલવે દ્વારા આ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત પહેલી વખત 2016માં મહિલા કોચમાં ‘ટોક બેક’ બટનની સુવિધા પૂરી પાડી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2018થી આ સુવિધા બીજી ઘણી ટ્રેનોમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી.
શું છે આ ‘Talk Back’ બટન ?
પશ્ચિમ રેલવેએ લોકલ ટ્રેનોના ફસ્ટ ક્લાસના મહિલા ડબ્બામાં ‘Talk Back’ બટનની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેથી મહિલા યાત્રી મુશ્કેલીની પરિસ્થિતિમાં ‘Talk Back’ બટનના ઉપયોગથી તરત જ ટ્રેનમાં ગાર્ડ અને મોટરમેન સાથે સંપર્ક કરી શકશે. અત્યાર સુધી આ સુવિધા પશ્ચિમ રેલવે દ્વારા 70% મહિલા ડબ્બામાં પૂરી પાડવામાં આવી છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટેની અરજીને નકારી, કહ્યું કે આનાથી થશે લોકશાહીને નુકશાન
રેલવેએ આ સેવાનો કોઈ ખોટો ઉપયોગ ન કરે તે માટે રેકોર્ડિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવી છે. ગાર્ડ અને મોટરમેન સાથે જે પણ વાત થાય તે તમામનું રેકોર્ડીંગ રાખવામાં આવશે. તેમજ કોઈ પણ દુર્ઘટનાની સ્થિતીમાં આ વાતચીતને પુરાવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]