Arunachal Pradesh: LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી, 20થી 30 સૈનિકો ઘાયલ

|

Dec 12, 2022 | 9:24 PM

આ ઝપાઝપીમાં બંને બાજુના સૈનિકો ઘાયલ થયા છે. ઘટના બાદ ભારતના કમાન્ડરે શાંતિ જાળવી રાખવા માટે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે પોતાના સમકક્ષની સાથે ફ્લેગ મીટિંગ કરી છે.

Arunachal Pradesh: LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી, 20થી 30 સૈનિકો ઘાયલ
Image Credit source: File Image

Follow us on

અરૂણાચલ પ્રદેશમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે. આ ઝપાઝપીમાં 20-30 સૈનિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઝપાઝપી 9 ડિસેમ્બરની રાત્રે તવાંગ સેક્ટરમાં થઈ હતી. આ ઝપાઝપીમાં બંને બાજુના સૈનિકો ઘાયલ થયા છે. ઘટના બાદ ભારતના કમાન્ડરે શાંતિ જાળવી રાખવા માટે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે પોતાના સમકક્ષની સાથે ફ્લેગ મીટિંગ કરી છે.

તવાંગમાં આમને-સામનેના વિસ્તારમાં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને વળતો જવાબ આપ્યો. ઘાયલ ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકોની તુલનામાં વધારે છે. લગભગ 300 ચીની સૈનિકો પુરી રીતે તૈયાર થઈ આવ્યા હતા પણ તેમને ભારતીય સેના આટલી સારી રીતે વળતો હુમલો કરવા તૈયાર હશે તેવું વિચાર્યુ નહતું.

હાલમાં જ એવી માહિતી મળી હતી કે શિયાળાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના લદ્દાખના LAC વિસ્તારમાં 50 હજાર વધુ સૈનિકો તૈનાત કરી રહી છે. આ સાથે સેના દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓમાં સૈનિકો માટે 18000 ફૂટની ઉંચાઈ પર રહેવા માટે મજબૂત અને સુવિધાજનક આશ્રયસ્થાનો બનાવવાનો પણ સમાવેશ થાય છે. જેમાં અનામત સૈનિકોની પણ નિમણૂક કરવામાં આવશે. આ સાથે ટેન્ક, તોપો અને અન્ય હથિયાર રાખવા માટે પણ સારી જગ્યાઓ બનાવવામાં આવી રહી છે. સેના પણ દારૂગોળો રાખવા માટે જમીનની નીચે જગ્યાઓ બનાવી રહી છે. તે જ સમયે, વાયુસેના માટે એરફિલ્ડ, પાકા અને નવા રસ્તાઓ, સૈનિકો માટે પુલ અને ટનલ પણ બનાવવામાં આવી રહી છે. જેથી કરીને આ દૂરના વિસ્તારમાં સરળતાથી પહોંચી શકાય.

આકાશમાંથી ચાલબાજ ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા સેના કરશે ડ્રોનનો ઉપયોગ

ભારત અને ચીન વચ્ચે મે 2020થી તણાવ ચાલી રહ્યો છે. ત્યારથી ચીનની સેના ત્યાં પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સેટેલાઈટ તસવીરોથી જાણવા મળ્યું છે કે તેણે સરહદની નજીક અનેક બાંધકામો કર્યા છે. આ વિસ્તારોમાં સેના દ્વારા ડ્રોનનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી આકાશમાંથી ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. આ સાથે લાંબા અંતરના રોકેટ અને વધુ સારા વાહનો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.

Published On - 7:36 pm, Mon, 12 December 22

Next Article