Indian Army : 1750 બખ્તરબંધ ગાડીઓ અને 350 ટેંકથી વધુ મજબુત થશે ભારતીય સેના

|

Jun 24, 2021 | 4:53 PM

Indian Army : સૈન્યના શસ્ત્ર સરંજામમાં વધારો અને બોર્ડર પર કનેક્ટિવિટી અને અન્ય માળખાકીય સુવિધાઓ વધાવની સાથે ભારતીય સેના દિવસેને દિવસે મજબૂત થતી જાય છે. આ દિશામાં ભારત સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા વધુએક પગલું લીધું છે.

Indian Army : 1750 બખ્તરબંધ ગાડીઓ અને 350 ટેંકથી વધુ મજબુત થશે ભારતીય સેના
FILE PHOTO : FICV

Follow us on

Indian Army : LAC પર ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ભારતીય સેનાએ ફ્યુચરીસ્ટિક ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ એટલે કે FICV (બખ્તરબંધ ગાડીઓ) ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ, 1750 એફઆઇસીવી ખરીદવાની યોજના છે, જે અંતર્ગત રસ ધરાવતા સૈન્ય શસ્ત્ર વિક્રેતાઓએ એક અઠવાડિયાની અંદર આર્મી હેડક્વાર્ટરને તેમના જવાબો આપવાના રહેશે.

ભારતીય સેનાએ જાહેર કર્યું RAF
મળતી માહિતી મુજબ ભારતીય સેના (Indian Army) એ કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત ફ્યુચરીસ્ટિક ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ (FICV) માટે લાંબા સમયથી બાકી રહેલા પ્રોજેક્ટ માટે રીક્વેસ્ટ ફોર પ્રોપોઝલ (RAF) એટલે કે દરખાસ્ત માટેની વિનંતી જાહેર કરી છે. જોકે સેનાએ આ પ્રોજેક્ટનમાં કેટલ એફઆઇસીવી વાહનો હશે તે જણાવ્યું નથી, પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં 1750 એફઆઇસીવીનો ઓર્ડર આપવામાં આવશે.

વાહનમાં એન્ટી ટેન્ક મિસાઇલ પણ શામેલ
ભારતીય સેના (Indian Army) એ જાહેર કરી રીક્વેસ્ટ ફોર પ્રોપોઝલ અનુસાર આ લડાકુ વાહનો ભારતની ઉત્તરીય સરહદો એટલે કે લદ્દાખ, મધ્ય અને સિક્કિમ સેક્ટરમાં કામગીરી માટે તૈનાત કરવામાં આવશે. આ FICV નો ઉપયોગ સૈનિકોની ઝડપી મુવમેન્ટ અને ટેન્કો વિરૂદ્ધ કરવામાં આવે છે. આ લડાકુ વાહનોમાં 8-10 સૈનિકો તેમના હથિયારો સાથે લઇ જઈ શકાય શકાય છે. આ સિવાય આ લડાકુ વાહનો મશીનગન અને એટીજીએમ એટલે કે એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલથી પણ સજ્જ હશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સેનાના જુના વાહનોની જગ્યા લેશે
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ પ્રતિષ્ઠિત અને બિગ-ટિકિટ પ્રોજેક્ટમાં ભાગ લેવા ઇચ્છુક સૈન્ય શસ્ત્ર વિક્રેતાઓને એક અઠવાડિયાની અંદર પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે પોતાની ઇચ્છા વ્યક્ત કરવા જણાવ્યું છે.મળતી માહિતી મુજબ આ નવા FICV વાહનો ભારતીય સેના (Indian Army) ના 80 ના દાયકાના જૂના BMP-2 ‘સારથ’ વાહનોને બદલશે. ભારતીય સેના હાલમાં રશિયન ડિઝાઈન કરેલા બીએમપી (બોયવીયા માચિનિકા પેખોટી) વાહનોનો ઉપયોગ કરે છે.

ભારતીય વાયુસેના પણ મજબૂત થઇ રહી છે
ભારતીય વાયુસેના (Indian Airforce) પણ દર બે મહિને તેના રાફેલ લડાકુ વિમાનોના આગમન સાથે મજબૂત બની રહી છે. રફેલ સાથે મિગ-29 અને સુખોઈ-30 નું ઉત્તરીય સરહદો પર આકાશમાં વર્ચસ્વ છે અને બીજું સ્ક્વોડ્રોન અથવા વિમાન આ મહિનાના અંત સુધીમાં કામગીરી માટે તૈયાર થઈ જશે.

Published On - 4:43 pm, Thu, 24 June 21

Next Article