Helicopter Crash: ભારતીય સેનાનું હેલીકોપ્ટર રણજીત સાગર ડેમ પાસે ક્રેશ, સેનાનાં ત્રણ અધિકારીનો આબાદ બચાવ

|

Aug 03, 2021 | 12:27 PM

સ્થળ પર એકત્ર થયેલા લોકોના જણાવ્યા પ્રમાણે રણજીત સાગર ડેમમાં જોરદાર ધમાકો થયો હતો અને પછી જોયું તો હોલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જો કે હેલીકોપ્ટરમાં સવાર સેનાનાં ત્રણેય અધિકારી સલામત છે.

Helicopter Crash: ભારતીય સેનાનું હેલીકોપ્ટર રણજીત સાગર ડેમ પાસે ક્રેશ, સેનાનાં ત્રણ અધિકારીનો આબાદ બચાવ
Indian Army helicopter crashes near Ranjit Sagar Dam, three Army officers rescued

Follow us on

Helicopter Crash: ભારતીય સેનાનું હેલીકોપ્ટર (Helicopter Crash )  રણજીત સાગર ડેમ (Ranjitsagar Dam) પાસે ક્રેશ થયું છે.સુત્રો તરફતી મળી રહેલી માહિતિ પ્રમાણે પંજાબનાં પઠાણકોટ(Pathankot)થી આ સમાચાર આવી રહ્યા છે. અહીં આવેલા રણજીત સાગર ડેમમાં સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ હતું. ક્રેશ થયાની સુચના મળ્ચા બાદ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થળ પર એકત્ર થયેલા લોકોના જણાવ્યા પ્રમાણે રણજીત સાગર ડેમમાં જોરદાર ધમાકો થયો હતો અને પછી જોયું તો હોલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જો કે હેલીકોપ્ટરમાં સવાર સેનાનાં ત્રણેય અધિકારી સલામત છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

હેલીકોપ્ટર દૂર્ઘટના મંગળવારે સવારે 10 વાગીને 20 મિનિટ પર થઈ. સેનાના એવન સ્ક્રોડ્રનનાં હેલીકોપ્ટરે મામૂન કેન્ટથી ફ્લાય શરૂ કરી હતી. હેલીકોપ્ટર રણજીતસાગર ડેમની ઘણી નજીકમાં હતું તે સમયમાં તે પહોડ સાથે ટકરાઈ ગયુ હતુ અને ડેમમાં જઈ પડ્યુ. ઘટના બાદ NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી ગઈ છે. હેલીકોપ્ટરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાયલટની શોધ ચલાવવામાં આવી રહી છે. સેનાનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હાલમાં તેમની પ્રાથમિકતા રાહત અને બચાવ કાર્ય પર છે. ઘટના અંગે મોડેથી તપાસનાં આદેશ અપાઈ શકે છે.

Published On - 12:11 pm, Tue, 3 August 21

Next Article