ભારતીય સેનાએ LAC પર M-777 હોવિત્ઝર તોપ કરી તૈનાત, જાણો શું છે તેની વિશેષતા

|

Sep 27, 2021 | 9:32 PM

Indian Army: ડીજી આર્ટિલરી એલટી જનરલ ટીકે ચાવલાએ કહ્યું કે આ પ્રારંભિક સમસ્યાઓ છે, જેને દૂર કરવામાં આવશે. થોડા દિવસો પહેલા આ અંગે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ સાથે પણ બેઠક યોજાઈ હતી.

ભારતીય સેનાએ LAC પર M-777 હોવિત્ઝર તોપ કરી તૈનાત, જાણો શું છે તેની વિશેષતા
એમ -777 હોવિત્ઝર તોપ.

Follow us on

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીન સાથે તણાવ બાદ ભારતીય સેનાની તૈનાતીમાં ઘણો ફેરફાર થયો હતો. ભારતીય સેનાએ (Indian Army) LAC પર M-777 હોવિત્ઝર તોપોને (M-777 Howitzer Artillery) તૈનાત કરી છે. અમેરિકામાંથી લેવામાં આવી રહેલી M-777ની કુલ 7 રેજિમેન્ટ રચવામાં આવનાર છે. ત્રણ રેજિમેન્ટની રચના કરવામાં આવી છે અને ચોથી રેજિમેન્ટ બનવાની પ્રક્રિયામાં છે.

 

ભારતનો અમેરિકા પાસેથી કુલ 145 A-777 હોવિત્ઝર લેવાનો કરાર થયેલો છે. તે 30 કિમી સુધીના લક્ષ્યોનો નાશ કરી શકે છે. હલકો હોવાને કારણે તેને ટૂંકા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. આ માટે રસ્તો હોવો જરૂરી નથી, તેમને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જો કે પૂર્વી લદ્દાખમાં હજુ પણ મહત્તમ સ્વદેશી 105 એમએમ કેલિબરની તોપો તૈનાત છે. હળવા હોવાને કારણે અત્યારે પૂર્વી લદ્દાખમાં મહત્તમ 105  એમએમ તોપો તૈનાત છે. તેઓ સ્વદેશી છે, પર્વતીય વિસ્તારો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે હળવી છે. હલકી બંદૂકોની જરૂરિયાત પૂરી કરવા માટે ઓએફબીએ ધનુષ ગન બનાવી છે, પરંતુ અત્યારે તેમાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે.

 

ડીજી આર્ટિલરી એલટી જનરલ ટીકે ચાવલાએ જણાવ્યું હતું કે આ પ્રારંભિક સમસ્યાઓ છે, જેનો ઉકેલ લાવવામાં આવશે. થોડા દિવસો પહેલા આ અંગે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ સાથે બેઠક પણ યોજાઈ હતી. ભારતીય સેના પણ માઉન્ટેડ ગન સિસ્ટમ મેળવવાની પ્રક્રિયામાં છે. આ માટે રીક્વેસ્ટ ફોર ઈન્ટરેસ્ટ (RFI) જાહેર કરવામાં આવી છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

ચીન પૂર્વ લદ્દાખમાં તેના લશ્કરી થાણા અને એરબેઝ બનાવવામાં વ્યસ્ત છે

આ તરફ ચીને લદાખથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલા 3,488 કિલોમીટર એલએસી સાથે અનેક નવી એરસ્ટ્રીપ્સ અને હેલિપેડ પણ બનાવી લીધા છે, આ ઉપરાંત પોતાના મુખ્ય હવાઈ અડ્ડા જેવા કે હોટન, કાશગર, ગર્ગુન્સા (નગારી ગુંસા), લ્હાસા-ગોંગગર અને શિગાત્સેને વધારે મિસાઈલો માટે અપગ્રેડ કર્યા છે.

 

અહેવાલો અનુસાર, ચીન પૂર્વ લદ્દાખમાં તેના લશ્કરી થાણા અને એરબેઝ બનાવવામાં વ્યસ્ત છે. સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ લદ્દાખમાં LAC સાથે લગભગ 8 નવા સ્થળોએ તેના સૈનિકો માટે મોડ્યુલર કન્ટેનર આધારિત મકાનો બનાવ્યા છે. આ ઉપરાંત, દૂરસ્થ મોનીટરીંગ માટે સક્ષમ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી ભારતીય સૈનિકોની હિલચાલ પર નજર રાખી શકાય.

 

 

આ પણ વાંચો :  NEET SS પરીક્ષાની પેટર્નમાં ફેરફાર માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, NBE અને મેડિકલ કાઉન્સિલને આપ્યો ઠપકો

Next Article