દેશમાં કોરોનાના 3 લાખ 62 હજારથી વધુ નવા કેસ નોંધાયા, કાળમુખો કોરોના 4,127 લોકોને ભરખી ગયો

|

May 13, 2021 | 8:40 AM

દેશમાં 24 કલાકમાં 3 લાખ 51 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 37 લાખ 6 હજારને પાર પહોંચી છે.

ભારતમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 62 હજારથી વધુ નવા કેસ નોંધાયા, તો કાળમુખો કોરોના 4,127 લોકોને ભરખી ગયો. દેશમાં 24 કલાકમાં 3 લાખ 51 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 37 લાખ 6 હજારને પાર પહોંચી છે. ભારતમાં અત્યાર સુધીમાં 2 લાખ 58 હજાર લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો, રાજ્યમાં કોરોનાકાળમાં દિવસે દિવસે રાહત મળી રહી છે. કેસ સાથે મૃત્યુઆંક ઘટી રહ્યો છે અને રાજ્યમાં સાજા થવાના દરની સાથે સાજા થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં 102 દર્દીઓના મૃત્યુ સાથે 11 હજાર 17 પોઝિટિવ કેસ નોંધાયા, જેની સામે 15 હજાર 264 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા.

કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5 લાખ 78 હજાર 379ને પાર પહોંચી છે, તો કુલ મૃત્યુઆંક 8,731 પર પહોંચ્યો છે. જોકે રાજ્યમાં હજુ 1.27 લાખ એક્ટિવ કેસો છે, તો 804 દર્દીઓ વેન્ટિલેટર પર છે. પરંતુ રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 80.94 ટકા થયો છે.

Next Video