દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.62 લાખથી વધુ નવા કેસ નોંધાયા, 3,997 દર્દીઓના થયા મોત

|

May 14, 2021 | 8:07 AM

ભારતમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 62 હજારથી વધુ નવા કેસ નોંધાયા.

ભારતમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 62 હજારથી વધુ નવા કેસ નોંધાયા, તો કાળમુખો કોરોના 3,997 લોકોને ભરખી ગયો. દેશમાં 24 કલાકમાં 3 લાખ 51 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 37 લાખ 6 હજારને પાર પહોંચી છે. ભારતમાં અત્યાર સુધીમાં 2 લાખ 58 હજાર લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો, રાજ્યમાં કોરોનાકાળમાં દિવસે દિવસે રાહત મળી રહી છે. કેસ સાથે મૃત્યુઆંક ઘટી રહ્યો છે અને રાજ્યમાં સાજા થવાના દરની સાથે સાજા થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં વધુ 109 દર્દીઓના મૃત્યુ સાથે 10 હજાર 742 પોઝિટિવ કેસ નોંધાયા.

જેની સામે 15 હજાર 269 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા અને હવે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5 લાખ 93 હજાર 666ને પાર પહોંચી છે. તો કુલ મૃત્યુઆંક 8,840 પર પહોંચ્યો છે. જો કે રાજ્યમાં હજુ 1 લાખ 22 હજાર 847 સક્રિય કેસો છે, તો 796 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 81.85 ટકા થયો છે.

Published On - 7:49 am, Fri, 14 May 21

Next Video