India Corona Update: દેશમાં કોરોનાનાં કેસ ઘટ્યા પણ મોતનો આંક વધ્યો, ગુજરાતમાં 2 મહિના બાદ ડબલ ડિજીટમાં આવ્યો આંકડો, કેસમાં પણ મોટો ઘટાડો

|

May 24, 2021 | 7:32 AM

India Corona Update: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પણ મોતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. એક દિવસમાં કોરોનાના 2.22 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા તો સક્રિય કેસની સંખ્યા ઘટીને 27.16 લાખ પર પહોંચી છે.

India Corona Update: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પણ મોતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. એક દિવસમાં કોરોનાના 2.22 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા તો સક્રિય કેસની સંખ્યા ઘટીને 27.16 લાખ પર પહોંચી છે.

કોરોનાએ એક જ દિવસમાં 4 હજાર 452 લોકોનો ભોગ લીધો જ્યારે કે અત્યાર સુધી કોરોનાના કારણે 3 લાખ 3 હજાર 751 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. કોરોનાથી મૃત્યુમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર પહોચી ગયું જ્યારે કે ગઇકાલે એક જ દિવસમાં 3 લાખ 2 હજારથી વધારે દર્દીઓ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 45 દિવસ બાદ દૈનિક મૃત્યુઆંક 53 થયો છે અને 4 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતના સ્થાપના દિવસથી રાજ્યમાં રાહતની શરૂઆત થઇ છે. કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તો મૃત્યુઆંક પણ નીચો આવી રહ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા 3,794 કેસ નોંધાયા, જ્યારે 53 દર્દીઓના મૃત્યુ થયા.  8,734 દર્દીઓ સાજા થવાની સાથે રાજ્યમાં કુલ 7 લાખ 3 હજાર 760 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે જ્યારે કુલ મૃત્યુઆંક 9,576 પર પહોંચ્યો છે જ્યારે રાજ્યમાં 75 હજાર 134 એક્ટિવ કેસો છે, તો 652 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર પર છે.

અમદાવાદમાં 569 નવા કેસ સાથે 7 દર્દીઓના મૃત્યુ થયા. સુરતમાં નવા 445 કેસ સાથે 7 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા તો વડોદરામાં 499 નવા કેસ સાથે 5 દર્દીઓના મૃત્યુ થયા. આ તરફ રાજકોટમાં 303 નવા કેસ સાથે 4 દર્દીઓ કોરોના સામે હાર્યા તો જામનગરમાં 156 કેસ સાથે 5 દર્દીએ જીવ ગુમાવ્યો.

આ સિવાય કોરોનાથી પાછલા 24 કલાકમાં બનાસકાંઠામાં 4, મહેસાણામાં 3 દર્દીઓ જીવ ગુમાવ્યો તો પાટણ, અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં બે-બે દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા.

Next Video