વર્ષ-2019 માં ભારતમાં બની 10 એવી ઘટના જેમાં મળી ‘કહી ખુશી કહી ગમ’!

|

Dec 14, 2019 | 7:07 AM

1. ચન્દ્રયાન-2 ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ 22 જુલાઈના રોજ ચન્દ્રયાન-2 ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના 29 દિવસ બાદ ચન્દ્રયાન-2 ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરી જતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતું. ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાથી ફક્ત 2 પગલા દૂર રહી ગયુ. ચંદ્રના સપાટીથી ફક્ત 2.1 કિલોમેટરના અંતર પર અને લૈંડિંગથી […]

વર્ષ-2019 માં ભારતમાં બની 10 એવી ઘટના જેમાં મળી કહી ખુશી કહી ગમ!
In the year-2019 there were 10 such incidents in India which were found to say 'Kahi Khushi Kahi Gum'!

Follow us on

1. ચન્દ્રયાન-2
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ 22 જુલાઈના રોજ ચન્દ્રયાન-2 ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના 29 દિવસ બાદ ચન્દ્રયાન-2 ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરી જતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતું. ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાથી ફક્ત 2 પગલા દૂર રહી ગયુ. ચંદ્રના સપાટીથી ફક્ત 2.1 કિલોમેટરના અંતર પર અને લૈંડિંગથી ફક્ત 69 સેકન્ડ પહેલા ચદ્રયાન-2 નો પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો. વૈજ્ઞાનિકોને તેમાં સફળતા ના મળી પરંતુ ચન્દ્રયાન 2 દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોએ એક નવો ઇતિહાસ રચ્યો છે.

2. પુલવામા આતંકી હુમલો અને બાલાકોટ એરસ્ટ્રાઈક
પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. જેનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં 90 કિલોમીટર ઘુસીને બાલાકોટમાં આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેને લઈને દુનિયામાં ભારતીય વાયુસેનાનો ડંકો વાગ્યો હતો. ભારતનાના ઈતિહાસમાં બાલાકોટ એરસ્ટ્રાઈકની ઘટના અને ભારતીય એરફોર્સની વીરતાને દુનિયા હંમેશા યાદ રાખશે.
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

3. હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસ
27 નવેમ્બરની મોડી રાત્રે હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરી તેના પર ગેંગરેપ કર્યો અને અને પછી તેની ક્રૂર હત્યા કરી હતી. આ મામલે દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસ આરોપીને ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ ગઈ હતી પરંતુ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તમામ આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા.

4. ઉન્નાવ બળાત્કાર પીડિતાને જીવતી સળગાવી
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આરોપીઓએ બળાત્કારનો ભોગ બનેલી યુવતીને જીવતી સળગાવી મારવાની કોશિશ કરી. યુવતીને ગંભીર હાલતમાં દિલ્હી લાવવામાં આવી હતી. યુવતી 90% ગંભીર રીતે દાઝી હતી. ડોકટરોની ટીમ સતત નજર રાખી રહી હતી પરંતુ તેને બચાવી શકાય નહીં.

5. દિલ્હીની અનાજ મંડીમાં લાગી આગ
દિલ્હીની અનાજ મંડી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર મકાનમાં ચાલતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મકાનમાં સૂતેલા 59 લોકોમાંથી 43 લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી 25 લોકો બિહારના રહેવાશી હતા. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.

6. સુરત ટ્યુશન ક્લાસીસમાં લાગી આગ
સુરતના સરથાણમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં બીજા માળે આગ લાગી હતી. આ આગ એ.સી. માં ટેકનીકલ ખામી સર્જાતા લાગી હતી. આગ લાગી ત્યારે અહી ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ બીજા માળેથી છલાંગ લગાવી હતી જેના કારણે 10 વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતા. 12 વિદ્યાર્થીઓના આગમાં ગૂંગળાઈ જવાથી મોત થયા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

7. કુલ્લુ બસ અકસ્માત
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં 70 થી વધુ મુસાફરો ભરેલી એક બસનો ભયાનક અકસ્માત થયો હતો. 500 ફૂટ ઉંડી ખાઈમાં બસ પટકાતા 44 વ્યક્તિઓના મૃત્યુ થયા જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મુસાફરોથી ઓવર લોડ અને રેશ ડ્રાઈવિંગ ના કારણે આ ગોઝારો અકસ્માત થયો હતો. હિમાચલ પ્રદેશમાં પહાડી વિસ્તાર હોવાથી અને બસમાં મુસાફરોને ઠસી ઠસીને ભરી ઝડપી ડ્રાઈવિંગના કારણે અકસ્માતો વધારે થાય છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

8. બિહાર-ઉત્તર પ્રદેશમાં ભયંકર પૂર
ચાલુ વર્ષે બિહાર-ઉત્તર પ્રદેશમાં ભયંકર પૂર આવ્યું હતું જેમાં 100થી વધુ લોકોનાં મોત થયા હતા. પૂરના કારણે બંને રાજ્યોમાં રેલવે, પરિવહન, સ્વાસ્થ્ય સવલતો, સ્કૂલ, કૉલેજ અને વીજળી વ્યવસ્થા પ્રભાવિત થયાં હતા. પૂરની સૌથી વધારે અસર પટનામાં જોવા મળી હતી અને મોટા ભાગના રહેણાક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

9. મુંબઈના CST સ્ટેશન પાસે ફૂટ ઓવર બ્રિજ તૂટી પડ્યું
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે આવેલા ફૂટ ઓવર બ્રિજ અચાનક તૂટી પડ્યું હતું. પ્રાથમિક જાણકારી પ્રમાણે સીએસટી સ્ટેશન પાસે ફૂટ ઓવર બ્રિજ પડવાના કારણે 6 લોકો મોતને ભેટ્યા અને 34 કરતાં પણ વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટના સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી. પીક અવર્સ હોવાના કારણે પુલની નીચે મોટી સંખ્યામાં લોકો હતા.

10. ચેન્નઈમાં પાણીની સમસ્યા
ચેન્નઈમાં 46 લાખ લોકો પાણી માટે તરસ્યા હતા. 4 મહિનાથી પીવાના પાણીના સંકટનો સામનો કરી રહેલા ચેન્નઈમાં ટ્રેન દ્વારા પાણી પહોચાડવામાં આવ્યું હતું. આ ટ્રેન વેલ્લોરના જોલારપેટ્ટઈથી 50 ડબામાં 25 લાખ લિટર પાણી લઈને પહોંચી હતી. આ ટ્રેન જોલારપેટ્ટઇથી 220 કિમી દૂર ચેન્નઈ સુધી 4 ફેરામાં 10 લાખ લિટર પાણી લઈને પહોંચી હતી. 18 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે રાજ્યમાં ક્યાંક ટ્રેનથી પાણી પહોંચાડાઈ રહ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article