Jammu and Kashmir: પુલવામાં હુમલાનુ બીજુ વર્ષ, 40 જવાનોની શહીદી આજે પણ દિલમાં ખટકે છે

|

Feb 14, 2021 | 10:22 AM

Jammu and Kashmir: દક્ષિણ કાશ્મિરના પુલવામાં 2019માં આજના જ દિવસે થયેલા આત્મધાતી આતંકી હુમલામા શહીદ થયેલા CRPFના 40 જવાનોની શહાદતને સમગ્ર દેશ યાદ કરી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓએ શહીદોને શ્રધ્ધાજલી અર્પી છે.

Jammu and Kashmir: પુલવામાં હુમલાનુ બીજુ વર્ષ, 40 જવાનોની શહીદી આજે પણ દિલમાં ખટકે છે
પુલવામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલ આતંકી હુમલોનુ બીજુ વર્ષ

Follow us on

જમ્મુ કાશ્મિરના (Jammu and Kashmir)પુલવામાં બે વર્ષ પૂર્વે આજના દિવસે થયેલા આત્મધાતી હુમલામા, કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનો શહીદ થયા હતા. દક્ષિણ કાશ્મિરના પુલવામાં થયેલા આ હિંચકારા હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોની યાદ આજે પણ દેશવાસીઓના દિલમાં તાજી છે. જે ક્યારેય ભૂલી નહી શકે અને તેના બદલારૂપે, ભારતીય સૈન્યે પાકિસ્તાનના બાલાકોટમાં ઘરમાં ઘૂસીને કરેલા હુમલાને કાયમ યાદ રાખશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

બે વર્ષ પૂર્વે 14મી ફેબ્રુઆરી 2019ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ, દક્ષિણ કાશ્મિરમાં પુલવામાંથી પસાર થઈ રહેલા અર્ધલશ્કરી દળના કાફલા ઉપર પાકિસ્તાન સ્થિત જૈશ એ મહોમદના આતંકવાદીઓએ આત્મધાતી હુમલો કર્યો હતો. મોટીમાત્રામાં વિસ્ફોટ ભરેલ કાર CRPFના જવાનોને લઈને જતી બસ સાથે ટકરાવીને હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યુ હતું કે, મારા દિલમાં પણ એવી જ આગ ભડકી રહી છે જેવી તમારા દિલમાં છે. તમામ આસુઓનો બદલો લેવામાં આવશે. આ નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશની સેનાએ, પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદી કેમ્પનો સફાયો કર્યો હતો.

Next Article