કોરોનાના સંક્રમણ વચ્ચે, શાળા-કોલેજ પુન: શરુ કરવાની અનેક રાજ્યોની કવાયત

|

Dec 25, 2020 | 3:24 PM

માર્ચ મહિનાથી દેશમાં કોરોના વાયરસના કારણે સ્કૂલ -કોલેજો બંધ છે અને ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે . આ તમામ વચ્ચે દેશના ઘણા રાજ્યો એવા છે કે જાન્યુઆરી મહિનાથી શાળા- કોલેજ ખોલવાની તૈયારી કરી રહ્યા છે.   સૌ પ્રથમ વાત કરીએ કર્ણાટકની તો કર્ણાટકના શિક્ષાપ્રધાન સુરેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10અને 12 […]

કોરોનાના સંક્રમણ વચ્ચે, શાળા-કોલેજ પુન: શરુ કરવાની અનેક રાજ્યોની કવાયત

Follow us on

માર્ચ મહિનાથી દેશમાં કોરોના વાયરસના કારણે સ્કૂલ -કોલેજો બંધ છે અને ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે . આ તમામ વચ્ચે દેશના ઘણા રાજ્યો એવા છે કે જાન્યુઆરી મહિનાથી શાળા- કોલેજ ખોલવાની તૈયારી કરી રહ્યા છે.

 

સૌ પ્રથમ વાત કરીએ કર્ણાટકની તો કર્ણાટકના શિક્ષાપ્રધાન સુરેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10અને 12 ના વિર્ધાથીઓ માટે 1 જાન્યુઆરીથી શાળા ખોલવામાંં આવશે .  કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુરુપ શાળાઓ ખોલવામાં આવશે . શિક્ષકો શાળામાં પ્રવેશે તેના 72 કલાક પહેલા નેગેટિવ કોરોના રિપોર્ટ આપવો પડશે.જો કે વિધાર્થીઓ માટે કોવિડ રિપોર્ટ કરાવવો અનિવાર્ય નથી. જો કે કર્ણાટકના જ બીજેપીના નેતા તેમજ એમએલસી એ.એચ વિશ્વનાથે સરકારને ઉતાવળમાં શાળાઓ ન ખોલાવા માટે સૂચન કર્યુ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

ન માત્ર કર્ણાટક પરંતુ બિહાર સરકાર  પણ ધોરણ 9થી12 વિધાર્થીઓ માટે તેમજ કોલેજના વિધાર્થીઓ માટે  4 જાન્યુઆરીથી શાળા-કોલેજ ખોલવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અન્ય ધોરણના વિધાર્થીઓ માટે શાળા ખોલવાના નિર્ણય અંગે 18 જાન્યુઆરીના રોજ રિવ્યુ બેઠક કરવામાં આવશે ત્યારબાદ શાળાઓ ખોલવામાં અંગે નિર્ણય લેવામાં આવશે.

 

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા પર પૂણેમાં ધોરણ 9થી12 ના વિધાર્થીઓ માટે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 માર્ગદર્શિકાને અનુરુપ શાળાઓ ખોલવામાં આવશે.

 

ગુજરાત સરકાર પણ શાળાઓ ખોલવા અંગે વિચારણા કરી રહી છે. ગુજરાતના શિક્ષાપ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે શાળાઓ ખોલવામાં આવશે પરંતુ તે અંગે નિર્ણય હાઇકમિટીની બેઠક બાદ કરવામાં આવશે.

 

ઘણા રાજયો શાળાઓ ખોલવાની તૈયારી કરી રહ્યા છે પરંતું દિલ્લી સરકારના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષાપ્રધાન મનીષ સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે શાળાઓ ખોલવા અંગે હજુ કોઇ વિચાર નથી પરંતુ જુલાઇ-2021 પહેલા શાળાઓ ખોલવા અંગેનો કોઇ નિર્ણય નથી.

Next Article