Corona Update: દેશમાં કોરોના હાંફ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,877 નવા કેસ તો 684 લોકોએ જીવ ગુમાવ્યા

|

Feb 13, 2022 | 10:41 AM

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું હતું કે, શનિવારે દેશમાં કોરોના વાયરસ માટે 14,15,279 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે વધીને 75.07 કરોડ થઈ ગયો છે.

Corona Update: દેશમાં કોરોના હાંફ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,877 નવા કેસ તો 684 લોકોએ જીવ ગુમાવ્યા
Corona testing (File Image )

Follow us on

ભારતમાં કોરોના વાઈરસના (Coronavirus) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ત્રીજી લહેરની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી છે. માહિતી અનુસાર આજે દેશભરમાંથી સંક્ર્મણના 44,877 નવા કેસ નોંધાયા છે. જે બાદ હવે કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,26,31,421 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 684 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુઆંક 5,08,665 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 5.37 લાખ થઈ ગઈ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,17,591 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,15,85,711 થઈ ગઈ છે. તે જ સમયે, એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 5,37,045 છે, જે કુલ કેસના 1.26 ટકા છે.ડેઈલી પોઝિટિવિટી દર 3.17 ટકા છે. જ્યા રેવીકલી પોઝિટીવીટી રેટ 4.46 ટકા છે. દેશમાં રિકવરી રેટ હવે 97.55 ટકા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે શનિવારે દેશમાં કોરોના વાઈરસ માટે 14,15,279 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે વધીને 75.07 કરોડ થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના રસીના 172.81 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. શનિવારે 49,16,801 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તાજેતરના આંકડાઓ અનુસાર ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે 1,72,81,49,447 છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1646 કેસ નોંધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 20 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 38 દિવસ બાદ સતત બીજા દિવસે 2 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 સૌથી વધુ અમદાવાદ(Ahmedabad)  શહેર-જિલ્લામાં કોરોનાના 560 નવા કેસ નોંધાયા અને 5 લોકોનાં મૃત્યુ થયા છે.

તો વડોદરા શહેર-જિલ્લામાં 371 નવા દર્દી મળ્યા.જ્યારે ચાર લોકોના નિધન થયા છે.સુરત શહેર-જિલ્લામાં પણ 116 પોઝિટિવ કેસ નોંધાયા અને ત્રણ દર્દીએ દમ તોડ્યો છે. રાજકોટ શહેર-જિલ્લામાં 95 નવા કેસ સામે આવ્યા છે. જો કે, રાહતની વાત એ છે રાજકોટમાં કોઈ દર્દીનું મોત થયું નથી.તો ભાવનગરમાં માત્ર 17 કેસ નોંધાયા છે પરંતુ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તો ભરૂચમાં પણ માત્ર 14 કેસ સામે 2 દર્દીના નિધન થયા છે.

આ પણ વાંચો : IPL 2022 Auction: કેટલા ખેલાડીઓ પર લાગશે બોલી, ક્યારે શરૂ થશે હરાજી, જાણો બીજા દિવસના નિયમો અને મોટી બાબતો

આ પણ વાંચો : Devbhumi Dwarka: પાકિસ્તાનના ફરાર માછીમારોને પગલે જિલ્લા પોલીસ દ્વારા સમુદ્રમાં સઘન ચેકીંગ, ભારતીય માછીમારોને સતર્ક રહેવા સૂચના

Next Article