
મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ 9 વાગ્યે ડમ્પર અને બસ વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બની હતી. જેના કારણે બસમાં આગ લાગી હતી. આ દરમિયાન 12 મુસાફરો જીવતા સળગી ગયા હતા. આ મુસાફરોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
અકસ્માતમાં 15 જેટલા લોકો ગંભીર હાલતમાં છે. બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને આસપાસના લોકોની મદદ અર્થે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતુ.
गुना आरोन रोड पर यात्री बस में आग लगने की खबर दुखदायी है। घटना की खबर मिलते ही गुना कलेक्टर से दूरभाष पर चर्चा कर शीघ्र राहत एवं बचाव कार्य शुरू करने के निर्देश दिये।
ईश्वर इस हादसे में दिवंगत हुए नागरिकों की आत्मा को शांति और उनके परिजनों को ये आघात सहने की शक्ति प्रदान करे।…
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) December 27, 2023
ગુનાના એસપી વિજય કુમાર ખત્રીએ જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 12 લોકો બળી જવાથી મોતને ભેટ્યા છે. જ્યારે હજુ પણ 14 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પોલીસે જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી 12 લોકોના મોત થયા છે.
આ સિવાય 12થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ તમામને 6થી વધુ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બજરંગગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના દોહાઈ મંદિર પાસે થયો હતો. એવી માહિતી પણ સામે આવી છે કે અકસ્માતનું કારણ બસની ફિટનેસ હતી. એટલે કે બસની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ તેમ છતાં તેમાં મુસાફરોની અવરજવર કરવામાં આવી રહી હતી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 7:26 am, Thu, 28 December 23