Weather Alert : હવામાન વિભાગની ચેતવણી, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું,આ રાજયોમાં પડશે ભારે વરસાદ

|

Jun 11, 2021 | 8:16 PM

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે બંગાળ અને ઓરિસ્સા સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે

Weather Alert : હવામાન વિભાગની ચેતવણી, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું,આ રાજયોમાં પડશે ભારે વરસાદ
આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના નહી

Follow us on

દેશમાં ઉત્તર ભારતના રાજયોમાં વધતી ગરમીથી પરસેવો નીકળી રહ્યો છે. જ્યાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ રાહતની વાત છે કે દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું(Monsoon)ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને કોસ્ટલ કર્ણાટકમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે બંગાળ અને ઓરિસ્સા સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.કોંકણ અને ગોવા ઉપરાંત અનેક સ્થળોએ અને પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ અને દરિયાકાંઠે આંધ્રપ્રદેશમાં અલગ- અલગ સ્થળોએ અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ ઉપરાંત અંદમાન અને નિકોબાર આઇલેન્ડ, આસામ અને મેઘાલય, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને કોસ્ટલ કર્ણાટકમાં વરસાદની સંભાવના છે.

બંગાળ અને ઓરિસ્સામાં ચેતવણી

આગામી 24 કલાકમાં ઓરિસ્સાની ઉપર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની અને સંભવિત વરસાદ થવાની સંભાવના છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, ઓછા દબાણવાળા ક્ષેત્રની અસરને કારણે વિશાળ વિસ્તારોમાં વરસાદ પડશે. તેમજ પૂર્વ ભારત અને આજુબાજુ મધ્ય પ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

બીજી તરફ, 11 અને 12 જૂને ઓરિસ્સાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (20 સે.મી.)ની સંભાવના છે. તેવી જ રીતે છત્તીસગઢમાં 11 થી 13 જૂન, પૂર્વ મધ્યપ્રદેશમાં 13 જૂને ભારે વરસાદની આગાહી છે.

કેરળમાં પણ 12 થી 15 જૂન દરમિયાન ભારે વરસાદ

કેરળમાં પણ 12 થી 15 જૂન દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે કોંકણમાં 12 થી 15 જૂન સુધી મુશળધાર વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ-વાયવ્યમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે અને તે કારણે ઉત્તરપૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં (રાજસ્થાન સિવાય) 12 થી 14 જૂન દરમિયાન વરસાદ પડશે.

Next Article