દુનિયાના સૌથી શક્તિશાળી હેલિકોપ્ટરમાં સ્થાન ધરાવતાં ‘ચિનૂક’ને આજે મળશે ભારતીય વાયુસેનામાં સ્થાન, પાકિસ્તાનમાં અત્યારથી જ ફફડાટ

|

Mar 25, 2019 | 4:56 AM

ભારત અને પાકિસ્તાન સરહદ પર સતત વધી રહેલાં તણાવ વચ્ચે ભારતે પોતાની તાકાત વધારી દીધી છે. 11 હજાર કિલો સુધીના શસ્ત્રો અને સૈનિકોને ઉચકવામાં સક્ષમ તેમજ ઊંચાઇવાળા વિસ્તારમાં પણ ઉડ્ડયન કરવા સક્ષમ અત્યાધુનિક ‘ચિનૂક’ હેલિકોપ્ટર આજે ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સમાવેશ પામશે. જેને પાકિસ્તાની સરહદ પર તૈનાત કરીને વાયુસેનાને અધિક શક્તિશાળી બનાવવામાં આવશે. ચંડીગઢ ખાતે […]

દુનિયાના સૌથી શક્તિશાળી હેલિકોપ્ટરમાં સ્થાન ધરાવતાં ચિનૂકને આજે મળશે ભારતીય વાયુસેનામાં સ્થાન, પાકિસ્તાનમાં અત્યારથી જ ફફડાટ

Follow us on

ભારત અને પાકિસ્તાન સરહદ પર સતત વધી રહેલાં તણાવ વચ્ચે ભારતે પોતાની તાકાત વધારી દીધી છે. 11 હજાર કિલો સુધીના શસ્ત્રો અને સૈનિકોને ઉચકવામાં સક્ષમ તેમજ ઊંચાઇવાળા વિસ્તારમાં પણ ઉડ્ડયન કરવા સક્ષમ અત્યાધુનિક ‘ચિનૂક’ હેલિકોપ્ટર આજે ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સમાવેશ પામશે.

જેને પાકિસ્તાની સરહદ પર તૈનાત કરીને વાયુસેનાને અધિક શક્તિશાળી બનાવવામાં આવશે. ચંડીગઢ ખાતે એર ચીફ માર્શલ હી.એસ. ધનોઆ ચાર ભારે ક્ષમતાવાળા ચિનૂક હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને સોંપશે. આ મલ્ટી મિશન હેલિકોપ્ટર અમેરિકાની બોઇંગ કંપનીએ બનાવ્યાં છે. ખાસ કરીને હિમાલયના પહાડી ક્ષેત્રમાં આ હેલિકોપ્ટર શસ્ત્રો અને સૈનિકોના પરિવહનમાં જરૂરી પુરવાર થઇ શકે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ પણ વાંચો : ભાજપના હિન્દુત્વ મુદ્દા પર ભારે પડશે કોંગ્રેસનો પ્રિયંકા વાડ્રાનો હિન્દુવાદી ચહેરો, બોટ યાત્રા બાદ હવે ટ્રેનમાં અયોધ્યા પહોંચશે

તેમજ ખાસ વાત એ કે આ હેલિકોપ્ટર દેખાવમાં તોતિંગ હોવા છતાં નાના હેલિપેડ પરથી ઉડ્ડયન લઇ શકે છે તેમજ ખીણમાં પણ લેન્ડીંગ કરી શકે છે. દુનિયાના 19 દેશો દ્વારા આ હેલિકોપ્ટરો વપરાશમાં લેવાય છે. ભારતે અમેરિકા સાથે આવા 15 હેલિકોપ્ટર ખરીદવાનો કરાર કર્યો છે. અમેરિકી વાયુસેના છેક 1962થી ચિનૂક હેલિકોપ્ટર વાપરતી આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:56 am, Mon, 25 March 19

Next Article