PM MODIએ કહ્યું, “ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નાગરિકોના મૃત્યુ થવાથી વ્યથિત છું, સૌની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું”

|

Oct 19, 2021 | 9:57 PM

Uttarakhand Rain: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ ઉત્તરાખંડના પૂર (Flood) પ્રભાવિત વિસ્તારોમાંથી 300 થી વધુ લોકોને બચાવ્યા છે. NDRFએ રાજ્યમાં 15 ટીમો તૈનાત કરી છે.

PM MODIએ કહ્યું, ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નાગરિકોના મૃત્યુ થવાથી વ્યથિત છું, સૌની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું
I am anguished by the loss of lives due to heavy rainfall in parts of Uttarakhand says Narendra modi

Follow us on

DELHI : ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં વધુ 34 લોકોના મોત થયા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ મંગળવારે સાંજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે થયેલા જાનહાનિથી હું વ્યથિત છું. ઘાયલો જલ્દી સાજા થાય. અસરગ્રસ્ત લોકોની મદદ માટે બચાવકાર્ય ચાલી રહ્યું છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami)એ લોકોને ગભરાવાની નહીં અપીલ કરી અને કહ્યું કે તેમને સુરક્ષિત બહાર લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે ફરી ચારધામ યાત્રાળુઓને અપીલ કરી કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે અને હવામાન સુધરે તે પહેલા પોતાની યાત્રા શરૂ ન કરે. તેમણે ચમોલી અને રૂદ્રપ્રયાગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને ચારધામ યાત્રા રૂટ પર ફસાયેલા યાત્રાળુઓની ખાસ કાળજી લેવા નિર્દેશો આપ્યા હતા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ ઉત્તરાખંડના પૂર (Flood) પ્રભાવિત વિસ્તારોમાંથી 300 થી વધુ લોકોને બચાવ્યા છે. NDRFએ રાજ્યમાં 15 ટીમો તૈનાત કરી છે. સતત મુશળધાર વરસાદને કારણે કુમાઉ વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે અને ઘણા મકાનો ત્યાં તૂટી ગયા છે, ઘણા લોકો કાટમાળમાં ફસાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારે વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં વધુ 29 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 34 થયો છે. સોમવારે પાંચના મોતના અહેવાલ હતા.

NDRFની 15 ટીમો તૈનાત
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ ઉત્તરાખંડના પૂર (Flood) પ્રભાવિત વિસ્તારોમાંથી 300 થી વધુ લોકોને બચાવ્યા છે. NDRFએ રાજ્યમાં 15 ટીમો તૈનાત કરી છે. સતત મુશળધાર વરસાદને કારણે કુમાઉ વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે અને ઘણા મકાનો ત્યાં તૂટી ગયા છે, ઘણા લોકો કાટમાળમાં ફસાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારે વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં વધુ 29 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 34 થયો છે. સોમવારે પાંચના મોતના અહેવાલ હતા.

રસ્તા, પુલ અને રેલવે ટ્રેકને નુકસાન થયું છે
ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમાર મુખ્યમંત્રી ધામી સાથે કુમાઉના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે કાઠગોદમ અને નૈનીતાલમાં લાલકુઆન અને ઉધમ સિંહ નગરના રુદ્રપુરમાં રસ્તા, પુલ અને રેલવે ટ્રેકને નુકસાન થયું છે. ક્ષતિગ્રસ્ત રેલવે ટ્રેકને સુધારવામાં ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસનો સમય લાગશે.

વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટર રાહતકાર્યમાં રોકાયેલા છે
ઉત્તરાખંડમાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે ભારતીય વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટર તૈનાત છે. આમાંથી બે નૈનીતાલ (Nainital) જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે જે વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પ્રખ્યાત પર્યટન સ્થળ બાકીના રાજ્યથી કપાઈ ગયું છે કારણ કે નૈનીતાલ તરફ જતા ત્રણ રસ્તાઓ ભૂસ્ખલનને કારણે બ્લોક થઈ ગયા હતા.

ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajndra Trivedi) એ જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ ગયેલા આશરે 100 યાત્રાળુઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં અટવાઈ ગયા હતા.

Next Article