પંજાબ(Punjab)માં વડાપ્રધાન મોદી(PM Narendra Modi)ની સુરક્ષામાં મોટી ખામી સામે આવી, દેશના વડાપ્રધાન 15 થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. જે કાફલો ક્યારેય અટકતો નથી, તે પંજાબમાં કેટલાક વિરોધીઓની સામે અટકી ગયો. વડાપ્રધાન મોદીની આસપાસ એસપીજી કમાન્ડો હતા. આ કમાન્ડોએ વડાપ્રધાનની એસયુવીને ચારે બાજુથી કવર કરી હતી. પણ આગળનો રસ્તો બંધ કરી દેવાયો હતો. માત્ર થોડા ક જ અંતરે વિરોધીઓના એક જૂથે રસ્તો બ્લો કરી દીધો હતો.
ગંભીર બાબત એ છે કે આ દેખાવકારોને રોકવા માટે કોઈ નહોતું. આ કારણે 20 મિનિટ સુધી પાકિસ્તાનથી માત્ર 30 કિમી દૂર વરસા દની મોસમમાં ડાપ્રધાનનો કાફલો પંજાબના હુસૈનીવાલાના માર્ગ પર ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. બાદમાં પીએમ મોદીએ યુ-ટર્ન લેવો પડ્યો હતો. ફિરોઝપુરમાં વડાપ્રધાનની રેલી રદ કરવી પડી. જેને લઈને આખો દિવસ હોબાળો થયો હતો. રાજકીય ગરમા ગરમી વધી ગઈ હતી. આ એક ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
આટલી મોટી સુરક્ષા ક્ષતિ કેવી રીતે થઈ? જ્યારે વડાપ્રધાનના સમગ્ર રૂટને સંવેદનશીલ બનાવી દેવામાં આવ્યો હોય છે. તમામ પ્રકારના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. તો પછી વિરોધીઓ ફ્લાયઓવર સુધી પહોંચી કેવી રીતે શક્યા, તેને કેમ કોઈએ અટકાવ્યા નહીં? જ્યારે માત્ર પંજાબ પોલીસને જ વડાપ્રધાન આ રૂટ પર જવાના હોવાની જાણ હતી તો પછી વિરોધકર્તાઓ અચાનક એ જ રૂટ પર કેવી રીતે પહોંચી ગયા? શું વિરોધીઓને જાણીજોઈને પીએમ મોદીનો રસ્તો રોકવા માટે લગાવવામાં આવ્યા હતા? આવા અનેક સવાલો પણ ઉઠ્યા છે.
આ સમગ્ર મામલે આજે કેન્દ્ર સરકારે પંજાબની કોંગ્રેસ સરકારને અનેક સવાલો પૂછ્યા છે. બીજેપીએ પીએમ મોદીની સુરક્ષામાં ઉણપ માટે પંજાબની ચન્ની સરકારને સીધી જવાબદાર ઠેરવી છે. તેને મોટું ષડયંત્ર ગણાવ્યું હતું.કોંગ્રેસ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.
વડાપ્રધાનના કાફલાને અટકાવવાનો એક વીડિયો બહાર આવ્યો છે. વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ભયંકર બેદરકારી થઈ હોવાને 45 સેકન્ડનો આ વીડિયો સૌથી મોટો પુરાવો છે. વિડીયોની શરૂઆતમાં એક કાળા રંગની SUV દેખાય છે. આ SUVની અંદર વડાપ્રધાન મોદી હાજર હતા. કાર ધીમી ગતિએ આગળ વધી રહી હતી અને તેની પાછળ એક જામર વાહન પણ આગળ વધી રહ્યું હતું. પરંતુ 25મી સેકન્ડે વીડિયોમાં એવું થયું કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
બરાબર પચીસમી સેકન્ડે ફ્લાયઓવર પર ખોટી દિશામાંથી એક બસ ધસી આવે છે અને વડાપ્રધાન મોદીની SUV થંભી જાય છે. વડાપ્રધાનની એસયુવી અને બસ વચ્ચે જરાય અંતર ન હતું. બંને સામસામે જ હતા. પછીની ત્રણ સેકન્ડમાં કાર થોડી આગળ વધી. આ પછી તરત જ કેટલાક લોકો તેમાંથી નીચે ઉતર્યા હતા.
આ લોકો વડાપ્રધાનની કારની ખૂબ નજીક જવા માંગતા હતા. પરંતુ એસપીજી અધિકારીઓ ત્યાં હાજર હતા. તેણે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો. આ બધાની વચ્ચે, 40મી સેકન્ડમાં, યુ-ટર્ન લેવા માટે એસયુવીનું સ્ટિયરિંગ ફેરવવામાં આવ્યું. આ પછી પીએમની ગાડી રોકાઈ અને પછી વીડિયો બંધ થઈ ગયો.
સુરક્ષામાં આ પ્રકારની બેદરકારી કોઈ નાનીસૂની ઘટના નથી કારણ કે તેનું પરિણામ શું આવ્યું હશે તેનો અંદાજ લગાવવો અશક્ય છે. વડાપ્રધાન મોદી 42 હજાર 750 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આપવા પંજાબ ગયા હતા. પંજાબની પ્રગતિ માટે તેઓ એક્સપ્રેસ વે, સેટેલાઇટ સેન્ટર અને મેડિકલ કોલેજ આપવા ગયા હતા. પરંતુ વિકાસ કરતાં વિરોધને વધુ સ્વીકારનારાઓને આ સ્વીકાર્ય ન હતું.
લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ આવી જગ્યા જે અત્યંત અસુરક્ષિત છે.વડાપ્રધાનનો કાફલો ત્યાં 20 મિનિટ સુધી અટવાયેલો રહે તે ખૂબ જ ગંભીર બાબત છે અને તેથી જ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જે જગ્યાએ વડાપ્રધાનનો કાફલો હાઈવે પર અટવાઈ ગયો હતો. પંજાબના ફિરોઝપુર જિલ્લાની અંદર મુડકી નજીક, તે અત્યંત સંવેદનશીલ ઝોન છે. અહીંથી ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડર માત્ર 30 કિલોમીટર દૂર છે. આ વિસ્તારમાંથી ટિફિન બોમ્બ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સતત મળતી રહે છે.
આવી સ્થિતિમાં પંજાબ પોલીસે વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈતી હતી તે ગ્રાઉન્ડ જોવા મળી નથી. આ કારણે પંજાબ સરકાર અને પોલીસ પર વડાપ્રધાનની સુરક્ષા સાથે ખેલ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે આ ભૂલ માટે પંજાબ સરકારને ભીંસમાં લીધી છે. ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી છે. પંજાબ સરકારને વડા પ્રધાનના સમયપત્રક અને પ્રવાસની યોજના વિશે પહેલેથી જ જાણ કરવામાં આવી હતી છતાં સુરક્ષામાં છીંડાં સામે આવ્યાં છે.
આ પણ વાંચો:LPG Connection : હવે માત્ર આધાર કાર્ડ બતાવવાથી મળશે LPG કનેક્શન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Published On - 6:56 am, Thu, 6 January 22