તિરૂપતિમાં 4 માર્ચે દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે ગૃહપ્રધાન અમિત શાહ, 8 રાજ્યોના CM થશે સામેલ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (HM Amit Shah)આંધ્રપ્રદેશના તિરૂપતિમાં 4 માર્ચે પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની 29મી બેઠકની અધ્યક્ષતા કરશે.

તિરૂપતિમાં 4 માર્ચે દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે ગૃહપ્રધાન અમિત શાહ, 8 રાજ્યોના CM થશે સામેલ
HM Amit Shah (File Image)
| Updated on: Feb 06, 2021 | 4:40 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (HM Amit Shah)આંધ્રપ્રદેશના તિરૂપતિમાં 4 માર્ચે પ્રસ્તાવિત દક્ષિણ ક્ષેત્રીય પરિષદની 29મી બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે દક્ષિણ ક્ષેત્રના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન તથા ઉપરાજ્યપાલ પોતાના મુખ્ય સચિવો, સલાહકારો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની સાથે મહત્વપૂર્ણ એજન્ડાવાળી આ બેઠકમાં ભાગ લેશે.

 

 

કહેવામાં આવ્યું કે છે કે બેઠકમાં કુલ 90થી 100 વ્યક્તિઓ અને અધિકારીઓ ભાગ લેવાની અપેક્ષા છે. દક્ષિણ ક્ષેત્રીય પરિષદમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને પોંડ્ડીચેરી સભ્ય તરીકે અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદ્વીપ વિશેષ આમંત્રિતના રૂપમાં સામેલ છે.

 

આ પણ વાંચો: Gujarat : મનપા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, Congress, AIMIM અને AAPના ઉમેદવારો પણ મેદાને