Power Crisis : દેશમાં ઘેરાતા વીજળી સંકટ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ સાથે યોજી મહત્વની બેઠક

Coal Shortage : આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી અને વીજળી અને કોલસા મંત્રાલયના અધિકારીઓ જોડાયા હતા. આ સિવાય NTPCના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા.

Power Crisis : દેશમાં ઘેરાતા વીજળી સંકટ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ સાથે  યોજી મહત્વની બેઠક
Home Minister Amit Shah holds important meeting with Union Ministers and officials amid power crisis in the country
| Edited By: | Updated on: Oct 11, 2021 | 4:31 PM

DELHI : દેશના ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટી ઘેરી બની રહી છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, દિલ્હી અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કોલસાની અછતનો મુદ્દો ઉઠાવ્યા બાદ કેન્દ્ર સરકાર વીજ ઉત્પાદન પર ભાર મૂકી રહી છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આજે 11 ઓક્ટોબરે ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી અને વીજળી અને કોલસા મંત્રાલયના અધિકારીઓ જોડાયા હતા. આ સિવાય NTPCના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા.

પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરે તેવી શક્યતા
અગાઉ, કોલસાના જથ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમે શનિવારે કહ્યું હતું કે પાવર પ્લાન્ટ્સમાં પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરે તેવી શક્યતા છે. સમિતિએ કેટલાક રાજ્યોમાં કોલસાની તીવ્ર અછતના અહેવાલો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને નોંધ્યું હતું કે કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) દ્વારા કુલ કોલસાનું ડિસ્પેચ 7 ઓક્ટોબર સુધીમાં 1.501 MT પર પહોંચી ગયું હતું, જે વપરાશ અને વાસ્તવિક પુરવઠા વચ્ચેના અંતરને દૂર કરે છે. કોર મેનેજમેન્ટ ટીમ (CMT)એ ખાતરી આપી છે કે કોલસાની રવાનગી ત્રણ દિવસ પછી 1.7 MT પ્રતિ દિવસ સુધી પહોંચવાની શક્યતા છે, જે કોલસા પુરવઠા અને વીજળીની સ્થિતિમાં સુધારો કરશે.

ચાર દિવસથી વધુ સમય માટે કોલસાનો સરેરાશ સ્ટોક
રવિવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે દિલ્હીમાં વીજ પુરવઠો જાળવવાની વાત કરી હતી. કેન્દ્રીય ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે અમે આજે તમામ પદાધિકારીઓની બેઠક બોલાવી હતી. દિલ્હીમાં જરૂરી વીજળીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે અને તે ચાલુ રહેશે.

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે કહ્યું કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (GAIL) ના સીએમડી પણ બેઠકમાં હાજર હતા. અમે તેમને કહ્યું છે કે કોન્ટ્રાક્ટ બંધ છે કે નહીં, તમે ગેસ સ્ટેશનની જરૂર હોય તેટલો ગેસ આપશો. તેમણે મને ખાતરી આપી છે કે પુરવઠો ચાલુ રહેશે. પહેલાં ગેસની અછત નહોતી, અને ભવિષ્યમાં પણ નહીં. આર.કે.સિંહે કોલસાની અછત અંગે જણાવ્યું હતું કે અમારી પાસે આજે ચાર દિવસથી વધુ સમય માટે કોલસાનો સરેરાશ સ્ટોક છે. અમારી પાસે દરરોજનો સ્ટોક છે.

કેન્દ્રીય ઉર્જા મંત્રીએ આગળ કહ્યું કે અમારી પાસે પહેલાની જેમ 17 દિવસ માટે કોલસાનો સ્ટોક નથી, પરંતુ 4 દિવસનો સ્ટોક છે. કોલસાની આ સ્થિતિ એટલા માટે છે કે માંગ વધી છે અને આયાત ઘટાડી છે. આપણે કોલસાની ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે અને અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

Published On - 4:21 pm, Mon, 11 October 21